<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd April 2026

ધંધુકામાં ધર્મેશ ગમારાની હત્યા બાદ ફરી સર્વે કરાયો : કેટલાક વિસ્તાર અતિ સંવેદનશીલ વિસ્તારમાં ઉમેરાયો

સંવેદનશીલ વિસ્તારમાં વધુ પોલીસ બંદોબસ્ત ફાળવી ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવશે :અમદાવાદ કલેકટરે ધંધુકા સહિત તમામ મતદારોને શાંતિ જાળવી મતદાન અચૂક કરવા કરી અપીલ

  અમદાવાદ : સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે ધંધુકામાં બનેલી ઘટનાને લઈને તંત્ર એક્શનમાં આવ્યું છે. ઘટનામાં પોલીસ કાર્યવાહી સાથે ઘટનાની ચૂંટણી પ્રક્રિયા પર અસર ન પડે તેનું પણ ધ્યાન  અપાઈ રહ્યું છે, દરેક જિલ્લાઓમાં સંવેદનશીલ વિસ્તારમાં કરવામાં આવતી વ્યવસ્થા જેવી જ ધંધુકામાં સંવેદનશીલ વિસ્તારમાં વ્યવસ્થા કરવામાં આવશે,

   ધંધુકામાં ધર્મેશ ગમારાની હત્યા ઘટના બાદ ફરી સર્વે કરાયો હતો અને કેટલાક વિસ્તાર અતિ સંવેદનશીલ વિસ્તારમાં ઉમેરાયો છે, . સંવેદનશીલ વિસ્તારમાં વધુ પોલીસ બંદોબસ્ત ફાળવી ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવશે તેમ કલેકટરે જણાવ્યું છે

  . ચૂંટણી દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને મતદારો શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરી શકે તેના પર ધ્યાન અપાઈ રહ્યું છે ,પોલીસ  સાથે સંકલન કરીને જિલ્લા વહીવટી તંત્ર ધંધુકામાં ચૂંટણી વ્યવસ્થાની કામગીરી કરી રહી છે . અમદાવાદ કલેકટરે ધંધુકા સહિત તમામ મતદારોને શાંતિ જાળવી મતદાન અચૂક કરવા અપીલ કરી છે 

(6:37 PM IST)