<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th May 2026

પીએમ મોદીની અપીલ બાદ સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીનો મહત્વનો નિર્ણય

યુનિવર્સિટીએ પોતાના સ્ટાફ અને વિદ્યાર્થીઓને ખાનગી વાહનોનો મર્યાદિત ઉપયોગ કરવા અનુરોધ:જાહેર પરિવહન અને ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રાથમિકતા આપવા સલાહ:શક્ય હોય ત્યાં સુધી ઓનલાઈન મીટિંગ્સ યોજવા માટે પણ પત્ર દ્વારા અનુરોધ

 

 

 

વડાપ્રધાનની અપીલ બાદ સુરતમાં આવેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. યુનિવર્સિટીએ પોતાના સ્ટાફ અને વિદ્યાર્થીઓને ખાનગી વાહનોનો મર્યાદિત ઉપયોગ કરવા અનુરોધ કર્યો છે તેમજ જાહેર પરિવહન અને ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રાથમિકતા આપવા સલાહ આપી છે. સાથે જ શક્ય હોય ત્યાં સુધી ઓનલાઈન મીટિંગ્સ યોજવા માટે પણ પત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. પત્રમાં સ્વદેશી વસ્તુઓની ખરીદી વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ઉપરાંત અર્થતંત્ર અને કૃષિ ક્ષેત્રમાં જાગૃતિ ફેલાવવા માટે NSS અને NCCના યુવાનોને જોડવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. યુનિવર્સિટીએ આ તમામ મુદ્દાઓનો સ્વૈચ્છિક રીતે અમલ કરવા માટે માર્ગદર્શિકા જાહેર કરી છે.

(6:32 PM IST)