તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 12th July 2026
રામમંદિર બાદ હવે અંબાજી મંદિરમાં દાનની ચોરી કરતો કર્મચારી ઝડપાયો
બાથરૂમ જવાના બહાને બહાર નીકળતા રૂ. 1.04 લાખનું બંડલ નીચે પડતા ભાંડો ફૂટ્યો: અન્ય કર્મચારીએ અધિકારીઓને જાણ કરતાં ચોરીનો પર્દાફાશ:હંગામી કર્મચારી ચિરાગ ઠાકોર સામે પોલીસ ફરિયાદ

રામ મંદિરમાંથી દાનની ચોરીની ઘટના હજુ તાજી છે. ત્યારે વિશ્વ પ્રસિધ્ધ અંબાજી મંદિરમાંથી પણ દાનની ચોરીની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. મંદિરના દાનભંડારમાંથી નોટોનું બંડલ ચોરતો કર્મચારી ઝડપાયો છે. રૂ. 1.04 લાખનું બંડલ પડી જતાં ચોરીનો ભાંડો ફૂટ્યો છે. દાનભંડારની ગણતરી દરમિયાન બની ચોરીની ઘટના બની હતી..
બાથરૂમ જવાના બહાને બહાર નીકળતા નોટોનું બંડલ નીચે પડ્યું હતું અન્ય કર્મચારીએ અધિકારીઓને જાણ કરતાં ચોરીનો પર્દાફાશ થયો હતો હંગામી કર્મચારી ચિરાગ ઠાકોર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મંદિર ટ્રસ્ટ અને જિલ્લા તંત્રે કડક કાર્યવાહી હાથ ધરી છે. અધિક કલેક્ટરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે . ચોરીના બંડલમાંથી ₹500ની 208 નોટો મળી આવી છે. ચોરીના CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. સમગ્ર કેસમાં પોલીસે 3 આરોપીઓ સામે કાર્યવાહી કરી છે. મંદિર ચોરી કેસના ત્રણેય આરોપીઓ જામીન પર મુક્ત થયા છે.
(7:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
