તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 27th July 2026
બનાસકાંઠાના વાવ-થરાદ વિસ્તારમાં ધોધમાર વરસાદ બાદ નડાબેટનું રણ જાણે દરિયામાં ફેરવાઈ ગયું
અનોખા નજારાને નિહાળવા મોટી સંખ્યામાં પર્યટકો ઉમટ્યા :પર્યટકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નડાબેટ ખાતે પોલીસ અને GRDનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

બનાસકાંઠાના વાવ-થરાદ વિસ્તારમાં ધોધમાર વરસાદ બાદ નડાબેટનું રણ જાણે દરિયામાં ફેરવાઈ ગયું હોય તેવા અદભૂત દ્રશ્યો સર્જાયા છે. આ અનોખા નજારાને નિહાળવા મોટી સંખ્યામાં પર્યટકો ઉમટી રહ્યા છે. પર્યટકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નડાબેટ ખાતે પોલીસ અને GRDનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દરિયામાં પરિવર્તિત થયેલા રણના મનમોહક દ્રશ્યોને પર્યટકોએ પોતાના કેમેરામાં કેદ કર્યા હતા. સાથે જ કોઈ પ્રવાસી જોખમી રીતે રીલ ન બનાવે અને અકસ્માત ન સર્જાય તે માટે પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. નડાબેટ અને આસપાસના પર્યટન સ્થળોએ પણ પ્રવાસીઓએ કુદરતી સૌંદર્યનો ભરપૂર આનંદ માણ્યો હતો.
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
