<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 20th September 2026

સુરતમાં બપોર બાદ મેઘમહેર :કતારગામ, પીપલોદ, અઠવા ગેટ અને ઉધના સહિતના વિસ્તારોમાં જોરદાર વરસાદ પડ્યો

કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ: નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતા લોકોને હાલાકી

સુરતઃ શહેરમાં બપોર બાદ છૂટોછવાયો વરસાદ વરસ્યો છે. કતારગામ, પીપલોદ, અઠવા ગેટ અને ઉધના સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. જોકે, કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. સુરતના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લા કેટલાક દિવસથી શહેરમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. સામાન્ય વરસાદમાં જ રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં તંત્રની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. ભારે વરસાદી ઝાપટા બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના દૃશ્યો સામે આવ્યા છે.

(7:00 PM IST)