News of Sunday, 1st November 2026
અમદાવાદના અંધજન મંડળ ખાતે NSUI અને સામાજિક અગ્રણીઓ દ્વારા ચૂંટણી પંચ સામે પ્લેકાર્ડ સાથે વિરોધ પ્રદર્શન:વસ્ત્રાપુર તળાવ સુધી માર્ચ કાઢી.
લોકશાહી અને ચૂંટણી પ્રક્રિયાને લઈને પોતાના અસંતોષને વ્યક્ત કરવા માટે ભારે સૂત્રોબાજી કરવામાં આવી

અમદાવાદમાં ચૂંટણી પંચ સામે આક્રમક વિરોધ પ્રદર્શન જોવા મળ્યું છે. અમદાવાદ શહેરના પ્રખ્યાત અંધજન મંડળ ખાતે NSUI, વિવિધ સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં યુવાનો એકત્ર થયા હતા. અહીં ચૂંટણી પંચ અને જ્ઞાનેશ કુમારની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ વિરોધ પ્રદર્શન દરમિયાન યુવાનો અને કાર્યકરોએ હાથમાં પ્લેકાર્ડ્સ પકડીને ચૂંટણી પંચ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. લોકશાહી અને ચૂંટણી પ્રક્રિયાને લઈને પોતાના અસંતોષને વ્યક્ત કરવા માટે ભારે સૂત્રોબાજી કરવામાં આવી હતી, જેના કારણે આસપાસના વિસ્તારમાં પણ ભારે ચર્ચા જાગી હતી.
પ્રદર્શન બાદ આ તમામ વિરોધકર્તાઓ અંધજન મંડળથી શરૂ કરીને વસ્ત્રાપુર તળાવ સુધી વિશાળ માર્ચ લઈને આગળ વધ્યા હતા. રસ્તામાં પણ સૂત્રોચ્ચાર ચાલુ રાખીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો, જેને લઈને પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત અને સતર્કતા દાખવી હતી.
(7:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
