<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th July 2026

કૃષિ-જળવ્‍યવસ્‍થાપન પત્રકારત્‍વ માટે અભય રાવલને એગ્રી-જર્નાલિઝમ એવોર્ડ

ગાંધીનગર તા.૪: કૃષિ અને જળવ્‍યવસ્‍થાપન ક્ષેત્રે નોંધપાત્ર પત્રકારત્‍વ બદલ અભય રાવલને પ્રતિષ્ઠિત SOMS એગ્રી-જર્નાલિઝમ એવોર્ડથી સન્‍માનિત કરવામાં આવ્‍યા છે. ગિફ્‌ટ સિટી ક્‍લબ, ગાંધીનગર ખાતે તા. ૨ જુલાઇ, ગુરુવારે યોજાયેલા SOMS–2026, સ્‍પેશિયાલિટી ફર્ટિલાઇઝર સમ્‍મિટ, એક્‍સપો-૨૦૨૬  સમારોહમાં કૃષિ કલ્‍યાણ મંત્રાલયના પૂર્વ વૈજ્ઞાનિક સલાહકાર પ્રણજીબ ચક્રવર્તીના હસ્‍તે તેમને એવોર્ડ એનાયત કરવામાં આવ્‍યો હતો. સોલ્‍યુબલ ફર્ટિલાઇઝર ઇંડસ્‍ટ્રીઝ એસોસીએશન દ્વારા યોજાયેલ આ સમારોહમાં ઉદયકુમાર સિન્‍હા, ગ્રુપ એડિટર-અમર ઉજાલા સહિત એવોર્ડથી સન્‍માનિત અન્‍ય પત્રકારો, કૃષિ વૈજ્ઞાનિકો અને કૃષિ ક્ષેત્રે સંકળાયેલ વિવિધ ઔદ્યોગિક ગળહના પ્રતિનિધિઓ ઉપસ્‍થિત રહ્યા હતા. (મો. ૯૮૨૫૪ ૪૫૧૩૦)

SOMS એગ્રી-જર્નાલિઝમ એવોર્ડ અંતર્ગત હિન્‍દી, ગુજરાતી, મરાઠી અને અંગ્રેજી ભાષામાં કૃષિ ક્ષેત્રે ઉત્‍કળષ્ટ પત્રકારત્‍વ કરનારા પત્રકારોને સન્‍માનિત કરવામાં આવે છે. આ વર્ષે ગુજરાતી ભાષા શ્રેણીમાં કૃષિ, જળ વ્‍યવસ્‍થાપન, વરસાદી પાણીના સંચય અને ભૂગર્ભ જળ રિચાર્જ જેવા વિષયો પર જનજાગળતિના હેતુથી પત્રકારત્‍વ ક્ષેત્રે છેલ્લા ૨૫ વર્ષથી કાર્યરત અભય રાવલની પસંદગી કરવામાં આવી હતી.

(2:14 PM IST)