તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Wednesday, 8th July 2026
અમદાવાદ એરપોર્ટ પર અફડાતફડીઃ ભારે વરસાદને કારણે અમદાવાદથી ઉપડતી-આવતી ૪ ફલાઈટ૨૬:૨૦થી વધુ મોડીઃ મુંબઈથી બે ફલાઈટ અમદાવાદ ડાયવર્ટ

અમદાવાદ, તા.૮: ગુજરાત અને દેશના અન્ય ભાગોમાં (ખાસ કરીને મુંબઈમાં) ભારે વરસાદ તથા ખરાબ હવામાનને કારણે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફલાઈટ ઓપરેશનને ભારે અસર થઈ છે. સુરક્ષાના કારણોસર અમદાવાદથી ઉપડતી અને આવતી ૪ ફલાઈટસ રદ કરાઈ છે, જયારે ૨૦થી વધુ ફલાઈટસ નિર્ધારિત સમય કરતા મોડી પડી છે. મુંબઈના ખરાબ હવામાનને લીધે બે ફલાઈટસને અમદાવાદ ડાયવર્ટ કરાતા એરપોર્ટ પર કામગીરીનો ભાર વધ્યો છે અને મુલાફરોને કલાકો સુધી અટવાઈ રહેવાનો વારો આવ્યો છે.
(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
