તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 9th May 2026
અમદાવાદ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની મોટી કાર્યવાહી : નરોડામાં ઓટોરીક્ષામાં ગેરકાયદેસર કફ સીરપનો જથ્થો સપ્લાય કરતા શેખ યાસીન અને મઝહરખાન પઠાણની ધરપકડ : યોગેશ ઠક્કર અને વિષ્ણુ વોન્ટેડ
પોલીસ અધિક્ષક લોકેશ યાદવની સૂચનાથી નાયબ પોલીસ અધિક્ષક કે ડી ખાંભલાના માર્ગદર્શન હેઠળ પીઆઈ કે બી રાજવી અને પીએસઆઈ એમ એન આદરેજીયાની ટીમે શ્રીજી બંગ્લોઝ ચાર રસ્તા પાસે દરોડો પાડી 410 નંગ નશાકારક સીરપ સહિત કુલ 1.68 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

અમદાવાદ:રાજ્યમાં નશાકારક પદાર્થોના વેચાણ અને હેરાફેરી સામે ચાલી રહેલી કડક ઝુંબેશના ભાગરૂપે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) અમદાવાદ ઝોન, સીઆઈડી ક્રાઈમની ટીમને મોટી સફળતા મળી છે. પોલીસ અધિક્ષક લોકેશ યાદવની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક કે ડી ખાંભલાના માર્ગદર્શન હેઠળ અમદાવાદના નરોડા વિસ્તારમાં ગેરકાયદેસર કફ સીરપના વેચાણનું નેટવર્ક ઝડપી પાડવામાં આવ્યું છે.
બાતમીના આધારે દરોડો અને ધરપકડ
ANTF અમદાવાદ ઝોનના પોલીસ ઇન્સ્પેક્ટર કે બી રાજવી, પીએસઆઈ એમ એન આદરેજીયા, હેડ કોન્સ્ટેબલ એડવીન એલેક્ઝાંડર (બ ન 8440), પોલીસ કોન્સ્ટેબલ હિતેષકુમાર રામજીભાઈ (બ ન 303), નીરવભાઈ પ્રવીણભાઈ (બ ન 729) તથા કૌશીકભાઈ જગદીશભાઈ (બ ન 552) ની ટીમે ખાનગી બાતમીના આધારે નરોડાના શ્રીજી બંગ્લોઝ ચાર રસ્તા પાસે વોચ ગોઠવી હતી. આ કાર્યવાહી દરમિયાન શંકાસ્પદ ઓટોરીક્ષાની તપાસ કરતા તેમાંથી ગેરકાયદેસર Tripolidine Hydrochloride & Codeine Phosphate Cough Syrup (CADIFOS-T) નો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી જ બે આરોપીઓની ધરપકડ કરી હતી.
ઝડપાયેલા આરોપીઓ અને વોન્ટેડની યાદી
પોલીસે આ ગુનામાં નીચે મુજબના આરોપીઓ સામે કાર્યવાહી કરી છે:
શેખ યાસીન અનવર હુસેન (ઉંમર 37): રહે અલ્લાનગર, એસ ટી વર્કશોપ સામે, અમદાવાદ.
મઝહરખાન જબ્બરખાન પઠાણ (ઉંમર 34): રહે રામરહીમ નગર, બહેરામપુરા, અમદાવાદ.
આ ઉપરાંત, આ રેકેટમાં સામેલ અન્ય બે આરોપીઓ જેમાં યોગેશભાઈ ઠક્કર અને વિષ્ણુભાઈ (મોબાઈલ નંબર 8770600475) ને હાલ પોલીસ શોધી રહી છે અને તેઓને વોન્ટેડ જાહેર કરાયા છે.
કુલ 1.68 લાખનો મુદ્દામાલ જપ્ત
દરોડા દરમિયાન પોલીસ દ્વારા નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે:
1. નશાકારક કફ સીરપ: 410 નંગ બોટલ (કિંમત 1,07,010 રૂપિયા).
2. ઓટોરીક્ષા: જીજે-01-ટીકે-3585 (કિંમત 50,000 રૂપિયા).
3. મોબાઈલ ફોન: ઓપ્પો એ-5 પ્રો 5G મોડલ અને નોવા 17 પ્રો મોડલ (કુલ કિંમત 10,000 રૂપિયા).
4. રોકડ રકમ: 1,200 રૂપિયા.
કાયદેસરની કાર્યવાહી
આ સમગ્ર મામલે પીએસઆઈ એમ એન આદરેજીયાએ ફરિયાદી બનીને આરોપીઓ વિરુદ્ધ NDPS Act 1985 ની કલમ 8(સી), 21(સી) અને 29 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ નરોડા પોલીસ સ્ટેશન, અમદાવાદ શહેરને સોંપવામાં આવી છે.
(6:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
