તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th April 2026
2026ની ચૂંટણીને લઈને અમદાવાદ કલેક્ટર એક્શન મોડમાં: મીડિયા મોનિટરિંગ અને ડિસ્પેચિંગ સેન્ટરની લીધી મુલાકાત
કલેક્ટર સુજિત કુમારે અધિકારીઓને આપી સૂચના, કહ્યું- ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને નિષ્પક્ષ રહે; સોશિયલ મીડિયા પર 24x7 નજર રાખો

અમદાવાદ તા.૨૫: 2026ની આગામી ચૂંટણીની તૈયારીઓને લઈને અમદાવાદ જિલ્લા કલેક્ટર સુજિત કુમાર એક્શન મોડમાં આવી ગયા છે. શનિવારે કલેક્ટરે મીડિયા મોનિટરિંગ સેન્ટર અને ડિસ્પેચિંગ સેન્ટરની મુલાકાત લઈને તૈયારીઓની સમીક્ષા કરી હતી.
કલેક્ટરે મીડિયા મોનિટરિંગ સેન્ટરની કામગીરી નિહાળી અને અધિકારીઓને સૂચના આપી કે પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયા પર 24x7 બાજ નજર રાખવામાં આવે. ચૂંટણી આચારસંહિતાનો ભંગ કરતા સમાચાર, પેઇડ ન્યૂઝ કે ભ્રામક જાહેરાતો પર તાત્કાલિક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા.
ત્યારબાદ કલેક્ટરે ડિસ્પેચિંગ સેન્ટરની પણ મુલાકાત લીધી હતી. અહીંથી EVM, VVPAT સહિત ચૂંટણીને લગતી તમામ સામગ્રી મતદાન મથકો સુધી પહોંચાડવામાં આવે છે. કલેક્ટરે સામગ્રીની સુરક્ષા, સ્ટાફની વ્યવસ્થા અને વાહનોની ઉપલબ્ધતાની વિગતવાર માહિતી મેળવી હતી.
કલેક્ટર સુજિત કુમારે જણાવ્યું કે ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક અને નિષ્પક્ષ રીતે યોજાય તે માટે તંત્ર સજ્જ છે. કોઈપણ પ્રકારની ગેરરીતિ ચલાવી લેવામાં આવશે નહીં. તંત્રની આ સક્રિયતાથી ચૂંટણીની તૈયારીઓ હવે પૂરજોશમાં શરૂ થઈ ગઈ હોવાના સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે.
(4:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
