News of Tuesday, 7th July 2026
રથયાત્રા પૂર્વે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી: પાંચ આરોપી પાસેથી 9 ગેરકાયદે હથિયાર જપ્ત
અગાઉ શારીરિક ગુનાઓમાં સંડોવાયેલા અથવા સાંપ્રદાયિક દુશ્મનાવટ ધરાવતા 200થી વધુ વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી

અમદાવાદ: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સઘન કાર્યવાહી હાથ ધરી છે. અગાઉ શારીરિક ગુનાઓમાં સંડોવાયેલા અથવા સાંપ્રદાયિક દુશ્મનાવટ ધરાવતા 200થી વધુ વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી છે.
ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બિંગ અને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. ઉપરાંત રથયાત્રાના સમગ્ર રૂટ પર ડ્રોનની મદદથી છત સહિતના વિસ્તારો પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.
આ કાર્યવાહી દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કરીને પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી કુલ 9 ગેરકાયદેસર હથિયારો કબજે કરવામાં આવ્યા છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને રથયાત્રા દરમિયાન શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે.
(12:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
