<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th November 2026

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિમોચિત ‘ગુજરાત દીપોત્સવી અંક ૨૦૮૨’ નો અમદાવાદ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માએ માણ્યો આસ્વાદ

માહિતી ખાતા દ્વારા પ્રકાશિત આ દળદાર અંકમાં ૨૮ અભ્યાસલેખો, ૨૮ નવલિકાઓ, ૮૯ કાવ્યરચનાઓ અને ૫૦ રંગીન તસવીરોનો અદભુત સમન્વય : કલેક્ટર દ્વારા સાહિત્યિક સામગ્રીની પ્રશંસા

અમદાવાદ: રાજ્યના સાહિત્ય, કલા, ઇતિહાસ અને સાંસ્કૃતિક વિરાસતને જીવંત રાખતી માહિતી ખાતાની લોકપ્રિય પરંપરા મુજબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગાંધીનગર ખાતે ‘ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત ૨૦૮૨’ નું ભવ્ય વિમોચન કરવામાં આવ્યું છે. આ વિશેષ અંકની વિશેષતાઓને ધ્યાનમાં લઈને અમદાવાદ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માએ ઉત્સાહપૂર્વક આ સાહિત્યિક ગ્રંથનો આસ્વાદ માણ્યો હતો અને તેના સર્જન પાછળની ચીવટ તથા સમાવિષ્ટ સામગ્રીની મુક્તકંઠે સરાહના કરી હતી.

અંકની વિશેષતાઓ અને સાહિત્યિક ખજાનો:
માહિતી ખાતા દ્વારા દર વર્ષે પ્રકાશિત કરવામાં આવતા આ દીપોત્સવી અંકમાં ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકારોની સર્જનશીલ કલમે લખાયેલી ઉત્તમ કૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વર્ષના દળદાર અંકમાં વાચકો માટે કુલ ૨૮ અભ્યાસલેખો, ૨૮ નવલિકાઓ, ૧૬ વિનોદિકાઓ, ૯ નાટિકાઓ અને ૮૯ જેટલી સુંદર કાવ્ય રચનાઓ પીરસવામાં આવી છે. આ ઉપરાંત, માનવીય સંવેદનાઓને વાચા આપતી ૫૦ જેટલી આકર્ષક રંગીન તસવીરો અને મનમોહક ચિત્રો પણ આ અંકનું મુખ્ય આકર્ષણ બન્યા છે, જેને સાહિત્ય રસિકો તરફથી ભારે સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

(4:39 PM IST)