News of Thursday, 18th June 2026
અમદાવાદ EDની મોટી કાર્યવાહી : પશ્ચિમ રેલવેના સામાન્ય કર્મચારી સામે કાયદાનો કોરડો વીંઝ્યો :પ્રશાંત રબારીની 2 કરોડની મિલકતો ટાંચમાં લીધી
પશ્ચિમ રેલવેમાં પોર્ટર અને બોક્સ બોય તરીકે ફરજ બજાવતા પ્રશાંત રબારી સામે આવક કરતાં વધુ સંપત્તિ ધરાવવાના મામલે ED દ્વારા આકરી કાર્યવાહી કરતા સરકારી કર્મચારીઓમાં ભારે ફફડાટ

અમદાવાદ EDએ પશ્ચિમ રેલવેના એક સામાન્ય કર્મચારી સામે કાયદાનો કોરડો વીંઝ્યો છે. આવક કરતાં વધુ સંપત્તિ ધરાવવાના મામલે ED દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવતા સરકારી કર્મચારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
અમદાવાદ ED દ્વારા પશ્ચિમ રેલવેમાં પોર્ટર અને બોક્સ બોય તરીકે ફરજ બજાવતા પ્રશાંત રબારી સામે એક મોટી અને અભૂતપૂર્વ કાર્યવાહી કરવામાં આવી છે. આ કર્મચારી સામે આવક કરતાં વધુ સંપત્તિ એકત્ર કરવાનો ગંભીર આક્ષેપ છે, જેના આધારે EDએ એક પ્રોવિઝનલ એટેચમેન્ટ ઓર્ડર જારી કર્યો છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે પ્રશાંત રબારીએ પોતાની નોકરી દરમિયાન કાયદેસરની આવકના સ્ત્રોત કરતાં અંદાજે રૂપિયા ૨.૫૮ કરોડની મિલકતો ગેરકાયદેસર રીતે ઊભી કરી હતી. આ અપ્રમાણસર સંપત્તિ તેણે પોતાના તેમજ પોતાની પત્નીના નામે વસાવી હોવાનું કેન્દ્રીય એજન્સીની તપાસમાં બહાર આવ્યું છે.
EDની ઊંડાણપૂર્વકની તપાસમાં એ પણ સ્પષ્ટ થયું છે કે ભ્રષ્ટાચાર અને ગેરકાયદેસર કમાણીમાંથી અંદાજે રૂપિયા ૨ કરોડની ફિક્સ્ડ એટલે કે અચલ મિલકતો ખરીદવામાં આવી હતી, જેને હવે એજન્સી દ્વારા સત્તાવાર રીતે ટાંચમાં (સીઝ) લઈ લેવામાં આવી છે. આ સમગ્ર મામલાની શરૂઆત ગુજરાત પોલીસ દ્વારા નોંધવામાં આવેલી એક એફઆઈઆર (FIR) થી થઈ હતી. રાજ્ય પોલીસે દાખલ કરેલા ગુનાને પ્રાથમિક આધાર ગણીને અમદાવાદ EDએ મની લોન્ડરિંગના પાસાંઓ પર ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી, જેના પરિણામે આ આકરી જપ્તીની કાર્યવાહી કરવામાં આવી છે. એક સામાન્ય રેલવે પોર્ટર પાસેથી કરોડો રૂપિયાની કાળી કમાણી પકડાતા આ કિસ્સો સમગ્ર રાજ્યમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
(7:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
