<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th June 2026

અમદાવાદમાં ફાયર વિભાગ દ્વારા શૈક્ષણિક સંસ્થાઓમાં બીજા દિવસે પણ ચેકીંગ ઝુંબેશ યથાવત : કુલ ૪૪ શૈક્ષણિક એકમોની તપાસ કરાઈ

ફાયર વિભાગના આ કડક વલણને પગલે શૈક્ષણિક સંસ્થાઓમાં સુરક્ષા વ્યવસ્થા સુધારવા માટે દબાણ વધ્યું

અમદાવાદમાં ફાયર વિભાગ દ્વારા શૈક્ષણિક સંસ્થાઓમાં સુરક્ષાના હેતુથી સઘન તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં બીજા દિવસે પણ ફાયર વિભાગની ટીમ દ્વારા વિવિધ શૈક્ષણિક એકમોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ અંતર્ગત કુલ ૪૪ શૈક્ષણિક એકમોની તપાસ કરાઈ હતી, જેમાંથી કેટલીક નામી સંસ્થાઓમાં ફાયર સેફ્ટીની ગંભીર ત્રુટીઓ જોવા મળી છે. જેમાં મુખ્યત્વે સી. કે. કન્યા શાળા, આનંદનિકેતન અને ઝેબર સ્કૂલ જેવી મોટી શૈક્ષણિક સંસ્થાઓનો સમાવેશ થાય છે, જેને ફાયર વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે.

  આ ઉપરાંત, વિવિધ ટ્યુશન ક્લાસીસ અને ઇન્સ્ટિટ્યૂટ જેમાં એ વન સાયન્સ ક્લાસીસ, પી.એસ.પી. એજ્યુકેશન, ઇન્ડિયા ટ્યુશન ક્લાસીસ, આહુજા ઇન્સ્ટિટ્યૂટ, ઉત્કર્ષ લાઇબ્રેરી, દિશા કોમ્પ્યુટર ઇન્સ્ટિટ્યૂટ, ખુશી કોમ્પ્યુટર એજ્યુકેશન અને સુપર એજ્યુકેશન ગ્રુપ ટ્યુશનને પણ ફાયર સેફ્ટીના નિયમોના ભંગ બદલ નોટિસ આપવામાં આવી છે. ફાયર વિભાગના આ કડક વલણને પગલે શૈક્ષણિક સંસ્થાઓમાં સુરક્ષા વ્યવસ્થા સુધારવા માટે દબાણ વધ્યું છે.

(10:57 PM IST)