તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 20th June 2026
અમદાવાદ-ગાંધીનગર એક થઈ જશેઃ AUDA અને GUDAના મર્જરનો પ્લાન
અમદાવાદ અને ગાંધીનગર શહેરોને જોડીને ‘મેગા સિટી' બનાવાશેઃ સાણંદ, બાવળા અને કલોલ જેવા વિસ્તારોને મોટો વેગ મળશે ન્યૂયોર્ક અને દુબઈ જેવી ગગનચુંબી ઇમારતો બનાવવા માટે કાયદામાં છૂટછાટ અને મેટ્રો-BRTS રૂટની આસપાસ વધુ FSI અપાશે

અમદાવાદ,તા.૨૦: ટૂંક સમયમાં અમદાવાદ-ગાંધીનગર એક થઈ જશે. AUDA અને GUDAના મર્જરનો પ્લાન થશે. અમદાવાદ અને ગાંધીનગર શહેરોને જોડીને 'મેગા સિટી' બનાવાશે. જેનાથી સાણંદ, બાવળા અને કલોલ જેવા વિસ્તારોને મોટો વેગ મળશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મુંબઈમાં જે રીતે MMRDA કામ કરે છે તે જ તર્જ પર, આ ઓથોરિટી અમદાવાદ-ગાંધીનગર વિસ્તારના વિકાસ, પ્રદૂષણ નિયંત્રણ અને વેસ્ટ મેનેજમેન્ટ કામગીરી સંભાળશે. BRTS, મેટ્રો અને સિટી બસ જેવી સ્થાનિક પરિવહન સેવાઓનું સંચાલન એક જ છત્ર હેઠળ લાવવાથી નાગરિકોને વધુ સારી સુવિધાઓ મળશે મળતી વિગત પ્રમાણે, વર્ષ ૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સ અને ૨૦૩૬ની ઓલિમ્પિક્સને ધ્યાનમાં રાખીને મોટેરા સ્ટેડિયમની આસપાસ આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓ ઊભી કરાશે. ટ્રાફિક ઘટાડવા માટે હાલના એસ.પી. રિગ રોડને સમાંતર ૧૦૦થી ૧૨૫ કિલોમીટર લાંબો નવો મોટો રિગ રોડ બનાવવાનું આયોજન છે.
જૂના રિગ રોડને ૪-લેનમાંથી ૬-લેન કરાશે. ન્યૂયોર્ક અને દુબઈ જેવી ગગનચુંબી ઇમારતો બનાવવા માટે કાયદામાં છૂટછાટ અને મેટ્રો-BRTS રૂટની આસપાસ વધુ FSI અપાશે. નવા પ્લાનમાં રિગ રોડની બહારના ૧૬૯ ગામો અને ૫ નગરપાલિકાઓનો સમાવેશ થશે. હાલ ૨૫ જનરલ ખેતી ઝોનના ગામે છે ત્યાં રહેણાંક કે કોમર્શિયલ ઝોન આવશે તો જમીનના ભાવ આકાશને આંબશે. આ ગામોમાં ખાત્રજ, સનાવડ, રણછોડપુરા, મણિપુર, ગોધાવી, કોલાટ, મોરૈયા, ચાંગોદર, કાસીન્દ્રા, જેતલપુર, નાંદેજ, કણભા, રાંદેસણ, સરગાસણ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૧૫ પ્રાઇમ ખેતી ઝોનના ગામો આવેલા છે, જેમાં ધાણજ, પલસાણા, મોટી ભોંયણ, નાજ, લાલી, બારેજડી, કૂજડ, પરઢોલ વગેરેનો સમાવેશ થાય છે.
અમદાવાદ-ગાંધીનગર એક કરવા કેટલાક પડકારનો સામનો કરવો પડશે. જેમાં સૌથી મોટો પડકાર જમીન સંપાદનનો છે. નવા ૩૦૦ ફૂટના રિગ રોડ અને લોજાિસ્ટિક ઝોન માટે ખેડૂતો પાસેથી જમીન મેળવવી ખૂબ અઘરી સાબિત થશે. આ ઉપરાંત નવો પ્લાન મોડો આવવાને કારણે બહારના વિસ્તારોમાં રોડ, પાણી અને ડ્રેનેજ જેવી પ્રાથમિક સુવિધાઓનું કટોકટીભર્યું વાતાવરણ સર્જાઈ શકે છે.જેના કારણે રોકાણકારો રોકાણ કરતા અચકાઈ શકે છે.
(3:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
