તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Saturday, 24th October 2026
અમદાવાદમાં સોના પર દર મહિને બે ટકા વળતર આપવાની લાલચ આપીને 1.74 કરોડ રૂપિયાના સોનાની ઠગાઈ
ખોટા લખાણનો સાચા દસ્તાવેજ તરીકે ઉપયોગ કરીને છેતરપિંડી આચર્યાની ફરિયાદ :બીરવા ગાંધીએ મિહિર પરીખ, ભૂમિ શાહ, હેમરાજસિંહ રાણા અને રાજેન્દ્ર શાહ સામે ફરિયાદ નોંધાવી

અમદાવાદમાં સોના પર દર મહિને બે ટકા વળતર આપવાની લાલચ આપીને 1.74 કરોડ રૂપિયાના સોનાની ઠગાઈ કર્યાનો મામલો સામે આવ્યો છે. 1,300 ગ્રામ સોનાના બિસ્કિટ મેળવી આરોપીઓએ ખોટો સમજૂતી કરાર કર્યો હોવાનો આક્ષેપ છે. ખોટા લખાણનો સાચા દસ્તાવેજ તરીકે ઉપયોગ કરીને છેતરપિંડી આચર્યાની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે બીરવા ગાંધીએ મિહિર પરીખ, ભૂમિ શાહ, હેમરાજસિંહ રાણા અને રાજેન્દ્ર શાહ સામે ફરિયાદ નોંધાવી છે. સેટેલાઈટ પોલીસે ઠગાઈ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(1:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
