News of Tuesday, 12th May 2026
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરના 12 ઉમેદવારોની નિમણૂક રદ કરી
આ ઉમેદવારોએ નિયત સમયમર્યાદામાં જરૂરી દસ્તાવેજો જમા કરાવ્યા ન હતા અને હાજર પણ થયા ન હતા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આરોગ્ય વિભાગમાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) તરીકે પસંદ થયેલા 12 ઉમેદવારોની નિમણૂક રદ કરવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે. વર્ષ 2023માં થયેલી ભરતી પ્રક્રિયા બાદ, આ ઉમેદવારોએ નિયત સમયમર્યાદામાં જરૂરી દસ્તાવેજો જમા કરાવ્યા ન હતા અને હાજર પણ થયા ન હતા. વારંવારની સૂચના છતાં ડોક્યુમેન્ટ્સ સાથે હાજર ન રહેતા તંત્રએ કડક વલણ અપનાવી આ તમામ ઉમેદવારોની પસંદગી રદ કરી છે.
(8:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
