તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Thursday, 16th July 2026
અમદાવાદ મનપા નિયત ચાર્જ લઈને ખાનગી પરિસરમાં આવેલા વૃક્ષોનું વૈજ્ઞાનિક ઢબે ટ્રિમિંગ કરી આપશે
ખાનગી એકમો, સોસાયટીઓ કે કોમર્શિયલ પ્રોપર્ટીમાં આવેલા વૃક્ષોને પણ ટ્રિમ (છાંટવા) કરવા માટે એક નવી પોલિસી બનાવાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ગ્રીન કવર વધારવા અને તેની જાળવણી માટે એક લાંબાગાળાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે, જે અંતર્ગત હવે સરકારી જગ્યાઓ ઉપરાંત ખાનગી એકમો, સોસાયટીઓ કે કોમર્શિયલ પ્રોપર્ટીમાં આવેલા વૃક્ષોને પણ ટ્રિમ (છાંટવા) કરવા માટે એક નવી પોલિસી બનાવવામાં આવી રહી છે.
આ આગામી પોલિસી હેઠળ AMC નિયત ચાર્જ (પૈસા) લઈને ખાનગી પરિસરમાં આવેલા વૃક્ષોનું વૈજ્ઞાનિક ઢબે ટ્રિમિંગ કરી આપશે. તાજેતરમાં શહેરમાં થયેલા મોટા પાયે વૃક્ષારોપણના રેકોર્ડને ધ્યાનમાં રાખીને, ભવિષ્યમાં આ વૃક્ષો યોગ્ય રીતે અને મોટા થાય તેમજ ચોમાસા જેવી ઋતુમાં ભયજનક ન બને તે હેતુથી આયોજન કરાયું છે, જેનો અમલ આવનારા દિવસોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સત્તાવાર રીતે શરૂ કરવામાં આવશે.
(12:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
