<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th September 2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ મીઠાઈ વિક્રેતાઓને ટેસ્ટિંગ કીટ રાખવા માટે આદેશ

અનેક મીઠાઈના વેપારીઓએ આ કીટ રાખવાની શરૂઆત કરી દીધી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ મીઠાઈના વેપારીઓને પોતાની દુકાનો પર ટેસ્ટિંગ કીટ રાખવા સૂચના આપવામાં આવી છે, જેના પગલે હવે અનેક વેપારીઓ પોતાની દુકાનમાં આ કીટ રાખી રહ્યા છે.

તહેવારોના સમયમાં વેપારીઓ દ્વારા થતી ભેળસેળનું પ્રમાણ વધી જતું હોય છે. આ બાબતને ધ્યાન ધ્યાનમાં રાખીને હેલ્થ વિભાગની ટીમ દ્વારા તમામ મીઠાઈ વિક્રેતાઓને ટેસ્ટિંગ કીટ રાખવા માટે આદેશ કરવામાં આવ્યો છે, જેના આધારે અનેક મીઠાઈના વેપારીઓએ આ કીટ રાખવાની શરૂઆત કરી દીધી છે. સારી વાત એ છે કે, ગ્રાહકો આ વાતને આવકારી રહ્યા છે.

 

(5:18 PM IST)