<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th November 2026

અમદાવાદ મનપાએ વિવિધ ઉત્સવોની પબ્લિસિટી પાછળ 14 કરોડનો ધુમાડો કર્યો: વિપક્ષે ઉઠાવ્યા સવાલો

કાંકરિયા કાર્નિવલ પાછળ 6.84 કરોડ, ફ્લાવર શો પાછળ 3.06 કરોડ, બુક ફેર પાછળ 2.26 કરોડ અને યોગ દિવસની પબ્લિસિટી પાછળ 1.09 કરોડ રૂપિયાનો જંગી ખર્ચ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરમાં યોજાતા વિવિધ ઉત્સવો અને મહાપર્વોની પબ્લિસિટી પાછળ કરોડો રૂપિયાનો આડેધડ ખર્ચ કરવામાં આવી રહ્યો હોવાનો ખુલાસો થયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર AMC દ્વારા માત્ર એક જ વર્ષમાં પબ્લિસિટી પાછળ 14 કરોડ રૂપિયાથી વધુની રકમ ખર્ચવામાં આવી છે, જેમાં કાંકરિયા કાર્નિવલ પાછળ 6.84 કરોડ, ફ્લાવર શો પાછળ 3.06 કરોડ, બુક ફેર પાછળ 2.26 કરોડ અને યોગ દિવસની પબ્લિસિટી પાછળ 1.09 કરોડ રૂપિયાનો જંગી ખર્ચ સામેલ છે. જનતાના ટેક્સના નાણાંથી જાહેરાતો અને પોસ્ટરો લગાવવા સામે સવાલો ઉઠાવતા વિપક્ષે આક્ષેપ કર્યો છે કે શહેરમાં સામાન્ય નાગરિકો માટે પાયાની પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવા છતાં પ્રચાર પાછળ આડેધડ કરોડો રૂપિયા ઉડાવવામાં આવી રહ્યા છે.

 

(11:28 PM IST)