News of Wednesday, 28th October 2026
અમદાવાદ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 10, 11 અને 12 તૈયાર :બુલેટ ટ્રેન સ્ટેશન નીચેથી દોડશે ભારતીય રેલવેની ટ્રેનો
બુલેટ ટ્રેન સ્ટેશનની નીચે પરંપરાગત ટ્રેનો દોડાવવાની દેશની પ્રથમ વ્યવસ્થા: નવા પ્લેટફોર્મ અને બ્રોડગેજ રેલવે લાઇનનું નિર્માણ પૂર્ણ

અમદાવાદમાં બુલેટ ટ્રેન સ્ટેશન નીચેથી ભારતીય રેલવેની ટ્રેનો દોડશે. અમદાવાદ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 10, 11 અને 12 તૈયાર થઈ ગયા છે. બુલેટ ટ્રેન સ્ટેશનની નીચે પરંપરાગત ટ્રેનો દોડાવવાની દેશની પ્રથમ વ્યવસ્થા કરાઈ છે. નવા પ્લેટફોર્મ અને બ્રોડગેજ રેલવે લાઇનનું નિર્માણ પૂર્ણ કરી દેવાયું છે. પ્લેટફોર્મ નંબર 10, 11 અને 12નું CRS દ્વારા સુરક્ષા નિરીક્ષણ પૂર્ણ થયું છે . સુરક્ષા મંજૂરી અને જરૂરી પ્રક્રિયા બાદ ટ્રેનોનું સંચાલન શરૂ થશે. એક્સપ્રેસ, વંદે ભારત અને લોકલ ટ્રેનોને નવા પ્લેટફોર્મનો લાભ મળશે. જુલાઈ 2022થી બંધ પ્લેટફોર્મ નંબર 10 ફરી શરૂ કરવાની દિશામાં પ્રગતિ છે . અમદાવાદ–કાંકરિયા ડેપો વચ્ચે પાંચમી રેલવે લાઇનનું કામ પણ મહત્વપૂર્ણ તબક્કે છે . અસારવા–સાબરમતી A કેબિન વચ્ચે નવી બ્રોડગેજ બાયપાસ લાઇનનું પણ નિરીક્ષણ કરાયું છે
(6:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
