તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th April 2026
કાળઝાળ ગરમીમાં અમદાવાદીઓ શેકાઈ જશે: છ દિવસ તાપમાનનો પારો 43 થી 44 ડિગ્રી રહેશે
છેલ્લા 6 દિવસથી 108 ઈમરજન્સી સેવામાં સતત ગરમીના કેસોમાં વધારો :ઓરેન્જ એલર્ટને પગલે હજુ પણ કેસ વધવાની શક્યતા

અમદાવાદમાં આગામી છ દિવસ સુધી તાપમાનનો પારો સતત ઉચકાયેલો રહેવાની આગાહી અમદાવાદ મહાનગરપાલિકાએ કરી છે. હવામાન વિભાગ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કરેલી આગાહી અનુસાર, અમદાવાદમાં આગામી છ દિવસ સુધી ગરમીનો પારો 43 થી 44 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે તેથી છ દિવસ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ગરમીને કારણે 108 ઈમરજન્સીની 108ની સેવા મેળવવા ફોનકોલ્સની સંખ્યા વધી હોવાનું કહેવામાં આવ્યું છે. રાજ્યમાં 26 દિવસમાં ગરમીને લગતા 1518 કેસ નોંધાયા છે. ચાલુ મહિનામાં રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં ગરમીના 243 કેસ નોંધાયા છે.શરીરનું તાપમાન વધવાના રાજ્યમાં 1350 અને અમદાવાદમાં 287 કેસ અમદાવાદમાં નોંધાયા છે. છેલ્લા 6 દિવસથી 108 ઈમરજન્સી સેવામાં સતત ગરમીના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ઓરેન્જ એલર્ટને પગલે હજુ પણ કેસ વધવાની શક્યતા છે .
(12:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
