તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th October 2026
અમદાવાદ RTOએ ઑનલાઇન એગ્રીગેટર સર્વિસીઝ સામે તવાઈ બોલાવી
OLA, UBER અને રેપિડોને અમદાવાદ RTO એ નોટિસ ફટકારી:એગ્રીગેટર કંપની સાથે જોડાયેલાં હોવા છતાંય ટ્રાન્સ્પોર્ટ રજિસ્ટ્રેશન નહિં:એગ્રીગેટર સાથે સંકળાયેલાં 31 વાહનોને ડીટેઇન કર્યા

અમદાવાદ RTOએ ઑનલાઇન એગ્રીગેટર સર્વિસીઝ સામે તવાઈ બોલાવી છે. ગુજરાતમાં પ્રથમ વખત એગ્રીગેટર પર ચાલતા વાહનો ડિટેઈન કરવામાં આવ્યા છે. OLA, UBER અને રેપિડોને અમદાવાદ RTO એ નોટિસ ફટકારી છે એગ્રીગેટર કંપની સાથે જોડાયેલાં હોવા છતાંય ટ્રાન્સ્પોર્ટ રજિસ્ટ્રેશન નહિં. એગ્રીગેટર સાથે સંકળાયેલાં 31 વાહનોને RTO દ્વારા ડીટેઇન કર્યા છે જયારે . 10 ટુ વ્હીલર અને 21 ફોર વ્હીલર ડીટેઇન કરાયા છે અને 5 લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે. વ્હાઇટ નંબર પ્લેટવાળા બાઇકને સવા લાખ રુપિયા દંડ ફટકારાયો છે. અન્ય રાજ્યમાં રજિસ્ટર થયેલાં 21 ફોર વ્હીલર અમદાવાદમાં ચાલતાં હોવાનો ખુલાસો થયો છે. કંપનીઓને નોટિસ આપીને કઇ સર્વિસ માટે માન્યતા છે એનો ખુલાસો માંગવામાં આવ્યો છે.
(6:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
