<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

અમદા વાદ વડોદરા એ ક્સપ્રેસ હાઈવે પર લક્ઝરી બસ, હેવી મશીન ભરેલો ટ્રક અને ટેન્કર વચ્ચે ટ્રિપલ અકસ્માત: 10 મુસાફરોને ઇજા

સુરતથી અંબાજી જતી બસ અકસ્માતનો ભોગ બનતા 10 પેસેન્જર ઈજાગ્રસ્ત થયા:તમામ ઘાયલોને તાત્કાલિક કરમસદ મેડિકલ હોસ્પિટલ ખસેડાયા

 અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આણંદ પાસે વહેલી સવારે એક ગમખ્વાર ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં લક્ઝરી બસ, હેવી મશીન ભરેલો ટ્રક અને ટેન્કર એકબીજા સાથે અથડાતા હાઈવે પર ભારે અફરાતફરી મચી ગઈ હતી આ અકસ્માતમાં બસમાં સવાર 10 જેટલા પેસેન્જરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર સુરતથી અંબાજી તરફ મુસાફરોને લઈને એક લક્ઝરી બસ જઈ રહી હતી આ બસ જ્યારે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આણંદ પાસેથી પસાર થઈ રહી હતી તે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલા હેવી મશીન ભરેલા ટ્રકે આ બસને પાછળથી જોરદાર ટક્કર મારી હતી ટ્રકની ટક્કર એટલી જોરદાર હતી કે લક્ઝરી બસ અનિયંત્રિત થઈને આગળ જઈ રહેલા ટેન્કર સાથે ધડાકાભેર અથડાઈ હતી જેના પરિણામે લક્ઝરી બસ આગળ અને પાછળ બંને તરફથી વાહનો વચ્ચે દબાઈ જતા ત્રિપલ અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતની આ હૃદયદ્રાવક ઘટનાને પગલે એક્સપ્રેસ હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિકજામ થઈ ગયો હતો અને મુસાફરોમાં ચીસાચીસ મચી ગઈ હતી ઘટનાની ગંભીરતાને જોતા જ તત્કાલ હાઈવે પેટ્રોલિંગની ટીમ, આણંદ ફાયર બ્રિગેડની ટીમ તેમજ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

બચાવ કામગીરી હાથ ધરીને લક્ઝરી બસમાં ફસાયેલા અને ઈજાગ્રસ્ત થયેલા તમામ 10 જેટલા મુસાફરોને તાત્કાલિક ધોરણે બહાર કાઢીને સારવાર અર્થે કરમસદ સ્થિત મેડિકલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં હાલ તમામ ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે પોલીસ દ્વારા આ મામલે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે

 

(1:52 PM IST)