<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th November 2026

દિવાળીની રજાઓમાં અમદાવાદના અટલ બ્રિજ પર સૈલાણીઓનો જમાવડો :ત્રણ દિવસમાં 24000 લોકોએ મુલાકાત લીધી

આકર્ષક રોશની અને સાબરમતી રિવરફ્રન્ટના સુંદર નજારા વચ્ચે લોકો સેલ્ફી અને ફોટોશૂટ કરાવતા નજરે પડી રહ્યા છે

દિવાળીની રજાઓમાં અમદાવાદના અટલ બ્રિજ પર સૈલાણીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. પતંગ જેવા આકર્ષક આકાર ધરાવતા આ બ્રિજની મુલાકાતે માત્ર ગુજરાત જ નહીં, પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી પહોંચ્યા છે.

સામાન્ય દિવસોમાં જ્યાં પ્રતિદિન બે થી અઢી હજાર લોકો બ્રિજની મુલાકાત લેતા હોય છે, ત્યાં તહેવારોની રજાઓમાં આ આંકડો કુદકે ને ભૂસકે વધ્યો છે. આંકડા પર નજર કરીએ તો:

દિવાળી (રવિવાર): 5,000 થી વધુ મુલાકાતીઓ

પડતર દિવસ  8,000 થી વધુ મુલાકાતીઓ

 

બેસતું વર્ષ:11,000 લોકોએ લીધી મુલાકાત

રજાઓના માહોલમાં બ્રિજ પર આવતા પ્રવાસીઓ મન મૂકીને આનંદ માણી રહ્યા છે. આકર્ષક રોશની અને સાબરમતી રિવરફ્રન્ટના સુંદર નજારા વચ્ચે લોકો સેલ્ફી અને ફોટોશૂટ કરાવતા નજરે પડી રહ્યા છે. તહેવારો દરમિયાન અટલ બ્રિજ અમદાવાદનું સૌથી પ્રિય પ્રવાસન સ્થળ બનીને ઉભરી આવ્યું છે.

(1:36 PM IST)