તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 20th October 2026
અને અમદાવાદના વડીલો અશકત વૃધ્ધો પોલીસ સાથે રાસ રમી બધુ દુઃખ ભુલી ગયા
મૂળ સૌરાષ્ટ્રના વતની ડીસીપી ભગીરથ ગઢવી, એસીપી યુવરાજસિંહ ગોહિલ, કાઠિયાવાડની પરંપરા, યાદ કરતા હતા ત્યાં વળદ્ધાશ્રમના વડીલો યાદ આવ્યા, યોગાનુયોગ સુપરવિઝનમાં નીકળેલ સીપી અનુપમસિંહ ગેહલોત ત્યાં પહોંચ્યા અને વળદ્ધાશ્રમમાં વડીલો સાથે ગરબા લાણીરૂપે જીવન જરૂરી ચીજોનો તેમને ગમતો વિચાર વધાવી લીધા : સીપી, ડીસીપી, એસીપીના વિચારની ચર્ચા સ્ટાફ સાથે કરે તે પહેલા નારોલ પોલિસ શી ટીમ આખુ આયોજન કરી તે નિમંત્રણ આપવા આવ્યોઃ કેવી ટેલીપથી

રાજકોટ તા.૨૦: અમદાવાદ શહેરમાં નવરાત્રીનો માહોલ ખૂબ જામ્યો હતો, રસ્તાઓ પર ભારે ભીડ જામેલી. પોલિસ પાસે પણ ફકત બહેનોની સુરક્ષા એક પ્રાયોરિટી હતી. આવા વાતાવરણ વચ્ચે મૂળ સૌરાષ્ટની સંસ્કળતિ સાથે સંકળાયેલ અમદાવાદ ઝોન ૬ ના ડીસીપી ભગીરથ ગઢવી અને એસીપી કે ડીવીઝન યુવરાજસિંહ ગોહિલ બાંડીબસ્ત નિહાળી થોડા રિલેક્સ થયા. દરમિયાન આ બન્ને અધિકારીઓ સૌરાષ્ટ્રને યાદ કરી, વડીલો ઓટે બેઠા હોય, બહેનો રાસડા લેતી હોય, ઢોલ વાગતા હોય અને અર્થસભર ગીતો વાગતા હોય, વડીલો પણ ગીતો વાગોડતા હોય , આવી ચર્ચા દરમિયાન અચાનક બન્નેને ટેલીપેથી જેમ વિચાર ઝબુકયો કે, વળદ્ધાશ્રમમાં રહેતા વડીલો નું શું? તેમના જીવનમાં પણ નવરાત્રી તહેવારની આરાધના થાય તે માટે આયોજ્ન કરીએ. નારોલ પોલીસ અમદાવાદ શહેર અને શી ટીમ દ્વારા નારોલના જીવનધારા વળદ્ધાશ્રમ નારોલમાં એસીપી કે-ડીવીઝન તથા ડીસીપી ઝોન-૬ ની પ્રેરક ઉપસ્થિતિ માં વળધ્ધ અને બિમાર વડીલો સાથે ગરબા રમી જીવન જરૂરિયાત વસ્તુઓ આપી વડીલોના આશીર્વાદ લીધા.
આ દરમિયાન વિવિધ વિસ્તારોમાં સુપરવિઝંન માટે નીકળેલા પોલિસ કમિશનર અનુપમસિંહ ગેહલોત યોગાનુંયોગ ત્યાં અચાનક આવ્યા, ભગીરથ ગઢવી અને યુવરાજસિંહ ગોહિલે, વળદ્ધાશ્રમના વડીલો વચ્ચે ગરબા રમવાનો પોતાનો વિચાર જણાવ્યો. હર હંમેશ પોતાના જન્મ દિવસ, સહીત સારા પ્રસંગો વળદ્ધાશ્રમ, માનસિક વિકલાંગ બાળકો સાથે ઉજવાતા આ સિનિયર ips ખૂબ ખુશ બની વિચાર વધાવ્યો.
એક સાથે સહુને જાણે સારા કાર્યની પ્રેરણા મળી હોય તેમ આ બન્ને અધિકારી પાસે બીજે દિવસે સવારે અમદાવાદની નારોલ પોલીસ અને શી ટીમે પ્રસ્તાવ રજુ કરી જીવનધારા વળદ્ધાશ્રમમાં વળદ્વ અને અશકત વડીલો સાથે રાસ રમી, જીવન જરૂરિયાતની વસ્તુઆપવાનું તુરંત આયોજન કર્યું અને સફળ રહ્યું, સેક્ટર વડા દ્વારા પણ અભિનંદન આપવામાં આવ્યા.
(2:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
