<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th September 2026

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જનસેવાનાં 25 ગૌરવવંતા વર્ષ નિમિતે અમદાવાદના કાંકરિયા લેકફ્રંટ ખાતે 'એક દીવો આશીર્વાદનો' કાર્યક્રમ યોજાયો

કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માં ભારતીની આરતી ઉતારી 'સેવા સંકલ્પ અભિયાન'ની ઉજવણીમાં સહભાગી થયા:સમગ્ર કાંકરિયા લેકફ્રન્ટ પરિસર સવા લાખ જેટલા દીવડાઓથી ઝગમગી ઊઠ્યું

અમદાવાદ :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન અને જનસેવાથી રાષ્ટ્ર સેવાનાં 25 ગૌરવવંતા વર્ષ નિમિત્તે અમદાવાદના કાંકરિયા લેકફ્રન્ટ ખાતે કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં 'એક દીવો આશીર્વાદનો' કાર્યક્રમ યોજાયો હતો.
કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવો માં ભારતીની આરતી ઉતારી 'સેવા સંકલ્પ અભિયાન'ની ઉજવણીમાં સહભાગી થયા હતા.
આ તકે સમગ્ર કાંકરિયા લેકફ્રન્ટ પરિસર અંદાજિત સવા લાખ જેટલા દિવડાઓથી ઝગમગી ઊઠ્યું હતું, મોટી સંખ્યામાં નાગરિકો પણ હાથમાં દીવો લઈ માં ભારતીની આરતી ઉતારી વડાપ્રધાનની જનસેવાના 25 વર્ષની આ ઉજવણીમાં સહભાગી થયા હતા.
આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબહેન વાઘેલા, શહેરના મેયર હિતેશ બારોટ, સ્થાનિક ધારાસભ્યઓ, શહેર ભાજપ અધ્યક્ષ પ્રેરક શાહ, પૂર્વ સાંસદ સર્વે હરિન પાઠક, ડૉ. કિરીટ સોલંકી,  ડેપ્યૂટી મેયર શ્રીમતી અંજુબહેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલ, મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની, અમદાવાદ કલેક્ટર ભવ્ય વર્મા તથા કોર્પોરેટઓ, મહાનગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા

(9:21 PM IST)