News of Friday, 27th November 2026
અમદાવાદના પકવાન ચાર રસ્તા પર કેપ્સ્યુલ સિસ્ટમ એક જ દિવસમાં બંધ:રાત પડતા સિગ્નલ ફરી શરૂ કરવા પડ્યા
એસજી હાઈવે પર દરરોજ રહેતી VVIP મૂવમેન્ટના કારણે આ નિર્ણય બદલવામાં આવ્યો

અમદાવાદના પકવાન ચાર રસ્તા ખાતે ટ્રાફિક નિયમન માટે સવારે અમલમાં મુકાયેલી કેપ્સ્યુલ સિસ્ટમ ગણતરીના કલાકોમાં એટલે કે 1 જ દિવસમાં બંધ કરીને રાત પડતા ફરીથી ટ્રાફિક સિગ્નલ ચાલુ કરવા પડ્યા છે. SG હાઈવે પર દરરોજ રહેતી VVIP મૂવમેન્ટના કારણે આ નિર્ણય બદલવામાં આવ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, જેને પગલે કેપ્સ્યુલ સિસ્ટમ લાગુ કરતા પહેલાં યોગ્ય સર્વે કરવામાં આવ્યો હતો કે કેમ તે અંગે પણ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.
(12:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
