તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 24th May 2026
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ રોડ પર નબીરાઓ બન્યા બેફામ : એક્ટિવા પર જોખમી સ્ટંટબાજીની વિડિઓ વાયરલ
જાહેર માર્ગ પર અન્ય વાહનચાલકો માટે જીવનું જોખમ ઊભું કરતા આ બે એક્ટિવા ચાલકો સામે ટ્રાફિક નિયમોના ભંગ બદલ તાત્કાલિક કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બની

અમદાવાદ :શહેરમાં ટ્રાફિક નિયમોના લીરેલીરા ઉડાડતા નબીરાઓનો વિડિઓ વાયરલ થયો છે.શહેરની શાન ગણાતા સાબરમતી રિવરફ્રન્ટ રોડ પર કેટલાક નબીરાઓ દ્વારા બેફામ બનીને કરવામાં આવતી સ્ટંટબાજીનો એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે. રસ્તા પરથી પસાર થતા અન્ય વાહનચાલકો અને રાહદારીઓ માટે જીવનું જોખમ ઊભું કરે તે પ્રકારે જાહેર માર્ગો પર આ જોખમી ખેલ ખેલાયો હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયેલા આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બે એક્ટિવા ચાલકો અત્યંત જોખમી રીતે અને પૂરઝડપે પોતાના વાહનો હંકારી રહ્યા છે. રિવરફ્રન્ટ રોડ પર સામાન્ય રીતે વાહનોની અવરજવર વધુ હોય છે, તેવા સમયે આ નબીરાઓ અન્ય ચાલકોની બિલકુલ પરવા કર્યા વગર એક્ટિવા પર જીવલેણ સ્ટંટ કરી રહ્યા છે. આ પ્રકારની બેદરકારીના કારણે ગમે ત્યારે મોટી અને જીવલેણ દુર્ઘટના સર્જાઈ શકે છે. આ વીડિયો સામે આવ્યા બાદ જાગૃત નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને અમદાવાદ શહેર પોલીસ આ સોશિયલ મીડિયા વીડિયોના આધારે તાત્કાલિક એક્શન લે તેવી માંગ ઉઠી છે.
(7:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
