તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 26th October 2026
અમદાવાદની શેઠ સી.એન. વિદ્યાલયમાં વિદ્યાર્થીને લાફો મારનાર શિક્ષક સસ્પેન્ડ કરી દેવાયા
તપાસ પૂર્ણ ના થાય ત્યાં સુધી શાળાએ સસ્પેન્ડ કરવાનો નિર્ણય : શાળાએ પ્રાથમિક તપાસ રિપોર્ટ શિક્ષણ અધિકારીને સોંપ્યો.

અમદાવાદની શેઠ સી.એન. વિદ્યાલયમાં વિદ્યાર્થીને લાફો મારનાર શિક્ષક સસ્પેન્ડ કરી દેવાયા છે. તપાસ પૂર્ણ ના થાય ત્યાં સુધી શાળાએ સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે. શાળાએ પ્રાથમિક તપાસ રિપોર્ટ શિક્ષણ અધિકારીને સોંપ્યો છે. હવે શિક્ષણ નિરીક્ષક સ્થળ તપાસ કરી રિપોર્ટ DEOને સોંપશે. ધોરણ 9ના વિદ્યાર્થીને વર્ગખંડમાં 6 લાફા મારવાની ઘટના બની હતી. માર મારનાર શિક્ષક ઘનશ્યામસિંહ ડાભીને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરાયા છે.
(6:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
