તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 23rd November 2026
અમદાવાદના વસ્ત્રાલમાં મુંબઈથી લગ્નપ્રસંગમાં આવેલા પરિવાર પર હોર્ન વગાડવા જેવી નજીવી બાબતે જીવલેણ હુમલો
હુમલાખોરો પોલીસમાં ફરિયાદ કરશો તો જાનથી મારી નાખવાની ધમકી આપીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા

અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં મુંબઈથી લગ્નપ્રસંગમાં આવેલા એક પરિવાર ઉપર સામાન્ય બાબતે થયેલી બોલાચાલી બાદ ચાર શખસોએ જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, બાઈક પર આવેલા શખસોએ હોર્ન વગાડવા જેવી નજીવી બાબતે અપશબ્દો બોલતા મોપેડ ચાલકે તેનો વિરોધ કર્યો હતો, જેનાથી ઉશ્કેરાયેલા શખસોએ લોખંડની પાઈપ અને ચપ્પુ જેવા હથિયારો વડે હુમલો કરી દીધો હતો. આ હુમલામાં અમિતને બચાવવા માટે વચ્ચે પડેલા રત્નેશ્વર, જત્નેશ્વર અને પ્યારેલાલ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં રત્નેશ્વરભાઈ પર ચપ્પુ વડે ઘા કરીને હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો ગંભીર આરોપ છે. હુમલાખોરો પોલીસમાં ફરિયાદ કરશો તો જાનથી મારી નાખવાની ધમકી આપીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા, જ્યારે વસ્ત્રાલ પોલીસે સૌરભ અને રાજુ સહિત ચાર શખસો વિરુદ્ધ ગુનો નોંધીને તેમની ધરમાકડ માટે સઘન તપાસ શરૂ કરી છે.
(12:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
