તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Monday, 5th October 2026
આહવા પોલીસે 2008ના સગીરાના અપહરણ કેસમાં આરોપીને ઉત્તર પ્રદેશમાંથી ઝડપી પાડ્યો.
પોલીસ ટીમે સિદ્ધાર્થનગરના નેપાળ બોર્ડર વિસ્તારમાં વોચ ગોઠવી ભારત-નેપાળ બોર્ડરથી અંદાજે 2 કિ.મી. દૂર આવેલા મીતવલ ગામ પાસેથી આરોપી ઝડપાયો

આહવા પોલીસે 2008ના સગીરાના અપહરણ કેસમાં આરોપીને ઉત્તર પ્રદેશમાંથી ઝડપી પાડ્યો છે, 13 વર્ષની સગીર દીકરીને બળજબરીથી ફોસલાવી અપહરણ કરી નેપાળ તથા ઉત્તર પ્રદેશ લઈ જવાઈ હતી. વર્ષોથી ફરાર આરોપી ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગર જિલ્લામાં હોવાની LCBને બાતમી મળી હતી, પોલીસ ટીમે સિદ્ધાર્થનગરના નેપાળ બોર્ડર વિસ્તારમાં વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો આરોપી ઈ-રિક્ષામાં મુસાફરી કરી રહ્યો હતો, પોલીસે ઈ-રિક્ષાની આઈડેન્ટિફિકેશન કરી આરોપીની ધરપકડ કરી હતી ભારત-નેપાળ બોર્ડરથી અંદાજે 2 કિ.મી. દૂર આવેલા મીતવલ ગામ પાસેથી આરોપી ઝડપાયો હતો ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી આશરે 4000 કિ.મી.ની મુસાફરી બાદ આરોપીને આહવા લાવવામાં આવ્યો હતો સુરત રેન્જ આઈજી પ્રેમવીર સિંહના “નો વોન્ટેડ ઈન સાઉથ ગુજરાત” અભિયાન હેઠળ મહત્વની સફળતા મળી છે .
(8:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
