તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Wednesday, 23rd September 2026
અંબાજી પૂનમના મહામેળામાં AI મોનિટરિંગ: 18 આરોપી ઝડપાયા: 12 મોબાઈલ, 8 પાકીટ અને સોનાની ચેન રિકવર
અંબાજી મેળામાં શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે આ વખતે ટેક્નોલોજીનો વ્યાપક ઉપયોગ :સેંકડો CCTV કેમેરા સાથે AI આધારિત ફેસ ડિટેક્શન સિસ્ટમ પણ કાર્યરત:ચહેરાની ઓળખ અને ક્રાઇમ ડેટા મેચિંગથી પોલીસની નજર શંકાસ્પદ લોકો સુધી પહોંચી.

બનાસકાંઠાના અંબાજીમાં યોજાયેલા મેળામાં પોલીસ દ્વારા ટેક્નોલોજી આધારિત સુરક્ષા વ્યવસ્થાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મેળામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટતા પોલીસ દ્વારા 600થી વધુ CCTV કેમેરા મારફતે સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને ભીડવાળા વિસ્તારો, મંદિર પરિસર, પાર્કિંગ અને ગબ્બર હિલ પર નજર રાખવામાં આવી હતી.
મેળામાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે 15 AI Face Detection કેમેરા કાર્યરત કરવામાં આવ્યા હતા. આ કેમેરા દ્વારા મળતા ચહેરાઓનું State Crime Data સાથે મેચિંગ કરવામાં આવતું હતું. આ ટેક્નોલોજીની મદદથી મેળામાં પોલીસને 18 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી હોવાનું સામે આવ્યું છે.
મેળા દરમિયાન વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત નેત્રમ કેમેરા પણ કાર્યરત કરવામાં આવ્યા હતા. મંદિર, પાર્કિંગ સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં CCTV દ્વારા નજર રાખવામાં આવી હતી.
પોલીસની કામગીરી દરમિયાન મેળામાંથી 12 મોબાઈલ અને 8 પાકીટ રિકવર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત એક સોનાની ચેન પણ મળી આવી હતી. પોલીસે 15 બિનવારસી મોબાઈલ કબજે કર્યા હતા. 15 લોકોને તેમની ખોવાયેલી વસ્તુઓ પરત કરવામાં આવી હતી. મેળામાં ખોવાયેલા બાળકોને શોધવા માટે પણ પોલીસની ટીમોએ કામગીરી કરી હતી.
મેળા દરમિયાન અલગ પડી ગયેલા 12 બાળકોને તેમના માતા-પિતા સાથે પુનઃમિલન કરાવવામાં આવ્યું હતું. ભીડ વચ્ચે બાળકોની સુરક્ષા માટે પોલીસ દ્વારા ખાસ વ્યવસ્થા રાખવામાં આવી હતી.
ગબ્બર હિલ પર સુરક્ષા માટે 11 બેરિકેડ લગાવવામાં આવ્યા હતા. અહીં ખાસ કેમેરા દ્વારા ભીડની હિલચાલ પર નજર રાખવામાં આવી હતી. મંદિર, પાર્કિંગ અને ગબ્બર હિલ જેવા મહત્વના સ્થળોએ CCTV અને AI આધારિત મોનિટરિંગથી મેળાની સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી હતી.
(11:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
