<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

અમદાવાદમાં વાયુ પ્રદૂષણે ભયજનક સપાટી વટાવી: અનેક વિસ્તારોમાં AQI 150ને પાર :નરોડા વિસ્તાર સૌથી વધુ પ્રદૂષિત

મણિનગર અને ઇસનપુરમાં પણ આંકડો 200 :વધતા પ્રદૂષણથી નાગરિકોના સ્વાસ્થ્ય સામે ગંભીર ખતરો:ઘરની બહાર નીકળતા પહેલા સાવચેતી રાખવી જરૂરી.

અમદાવાદ શહેરમાં હવાની ગુણવત્તા અંગે ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. શહેરના અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 150ને પાર પહોંચ્યો છે. આપેલા આંકડા મુજબ નરોડામાં સૌથી વધુ 225 AQI નોંધાયો છે. જ્યારે ઇસનપુર અને મણિનગરમાં 200, સોલામાં 197 અને નિકોલમાં 183 AQI નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત બોપલમાં 180, સાબરમતીમાં 170, અમરાઈવાડીમાં 169 અને અસારવામાં 151 AQI નોંધાયો છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં હવાની ગુણવત્તા બગડતાં પ્રદૂષણને લઈને ચિંતા વધી છે. ખાસ કરીને નરોડા, ઇસનપુર અને મણિનગર જેવા વિસ્તારોમાં ઊંચો AQI નોંધાતાં સ્થાનિક રહેવાસીઓએ હવાની ગુણવત્તા અંગે સાવચેતી રાખવાની જરૂર છે

(11:14 AM IST)