<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th July 2026

ભારે વરસાદથી અજમેર દાદર એક્સપ્રેસ ટ્રેન નવસારીમાં અટકી:ખાનગી બસ દ્વારા મુસાફરોને મુંબઈ રવાના કરાયા

મુંબઈમાં પડેલા ભારે વરસાદના કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થયો

મુંબઈમાં પડેલા ભારે વરસાદના કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. 12990 અજમેર દાદર એક્સપ્રેસને નવસારી રેલવે સ્ટેશન પર જ થોભાવી દેવામાં આવી છે. મુંબઈ જવા માટે ખાનગી કંપનીની બસ મારફતે મુસાફરોને મુંબઈ તરફ રવાના કરવામાં આવ્યા છે. હજુ પણ ઘણા મુસાફરો નવસારી રેલવે સ્ટેશન ઉપર અટવાયાં છે.

(7:03 PM IST)