<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th September 2026

સુરતના સારોલી વિસ્તારમાં આવેલી શ્યામ સંગિની ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ ભભૂકી : બ્રિગેડ કોલ જાહેર કરાયો : જુઓ વિડિયો

આગ પર કાબૂ મેળવવા માટે 15થી 20 ફાયર બ્રિગેડના વાહનો તૈનાત :ફાયર વિભાગ દ્વારા TTL અને હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી ઊંચાઈ પર આવેલી આગને કાબૂમાં લેવાની કામગીરી

સુરતના સારોલી વિસ્તારમાં આવેલી શ્યામ સંગિની ટેક્સટાઇલ માર્કેટમાં આજે આગ લાગતાં ફાયર વિભાગ દોડતું થયું છે. આગની ગંભીરતાને પગલે બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે અને આગ પર કાબૂ મેળવવા માટે 15થી 20 ફાયર બ્રિગેડના વાહનો તૈનાત કરવામાં આવ્યા છે. ફાયર વિભાગ દ્વારા TTL અને હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી ઊંચાઈ પર આવેલી આગને કાબૂમાં લેવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત વોટર બાઉઝર, ફાયર એન્જિન અને ટેન્કરનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે

માર્કેટમાં આગના કારણે ભારે ધુમાડો છવાઈ જતાં વિઝિબિલિટી ખૂબ ઓછી થઈ ગઈ છે. અંધારું અને ધુમાડો વધુ હોવાથી ફાયર ફાઇટર્સને આગ બુઝાવવાની કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે. માર્કેટના પેસેજમાં લાગેલી આગ હાલ કંટ્રોલમાં હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ પેસેજમાં માલસામાન પડેલો હોવાથી ફાયર વિભાગની કામગીરીમાં અડચણ ઊભી થઈ રહી છે.

(11:45 AM IST)