તા. ૧૦ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૧ શુક્રવાર
News of Saturday, 10th October 2026
ગુજરાતમાં માનસિક બીમારીઓના કેસમાં ચિંતાજનક ઉછાળો, ડિપ્રેશન અને એન્ઝાઇટીના દર્દીઓ વધ્યા
ગુજરાતમાં ડિપ્રેશનના કેસમાં ૧૧૩ ટકાનો ઉછાળો

અમદાવાદ,તા.૧૦: ગુજરાતમાં માનસિક બીમારીઓના કેસમાં ચિતાજનક ઉછાળો, ડિપ્રેશન અને એન્ઝાઇટીના દર્દીઓ વધ્યા. આજના આધુનિક અને દોડધામભર્યા જીવનમાં શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક સ્વાસ્થ્ય પણ એક મોટો બર્નિગ ઇશ્યૂ બની ગયું છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી માનસિક બીમારીના કિસ્સાઓમાં ભયજનક અને ચિતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે. તાજેતરના આંકડા અનુસાર, રાજ્યમાં માત્ર એક જ વર્ષમાં મેન્ટલ હેલ્થ ડિસઓર્ડરના આશરે આજના આધુનિક અને દોડધામભર્યા જીવનમાં શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક સ્વાસ્થ્ય પણ એક મોટો બર્નિગ ઇશ્યૂ બની ગયું છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી માનસિક બીમારીના કિસ્સાઓમાં ભયજનક અને ચિતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે. તાજેતરના આંકડા અનુસાર, રાજ્યમાં માત્ર એક જ વર્ષમાં મેન્ટલ હેલ્થ ડિસઓર્ડરના આશરે ૧.૫ લાખથી વધુ કેસો નોંધાયા છે, જે સમાજ માટે એક ગંભીર ચેતવણી સમાન છે.
રાજ્યમાં ખાસ કરીને ડિપ્રેશન અને ચિતા (એન્ઝાઇટી) સંબંધિત બીમારીઓ ઝડપથી વધી રહી છે. છેલ્લા કેટલાક સમયમાં ગુજરાતમાં ડિપ્રેશનના કેસમાં ૧૧૩ ટકાનો આヘર્યજનક ઉછાળો નોંધાયો છે. આ ઉપરાંત, છેલ્લા ૬ વર્ષના આંકડા પર નજર કરીએ તો એન્ઝાઇટીના કેસોમાં પણ ૯૩ ટકાનો તીવ્ર વધારો થયો છે. લોકો માનસિક રીતે સતત અશાંતિ અને અસુરક્ષિતતાનો અનુભવ કરી રહ્યા છે.
ગુજરાતમાં માનસિક બીમારીઓને લગતા કુલ કેસ
વર્ષ કેસ
૨૦૧૯-૨૦ ૮,૬૪,૩૧૧
૨૦૨૦-૨૧ ૯,૪૫,૬૬૫
૨૦૨૧-૨૨ ૧૦,૨૬,૪૦૪
૨૦૨૨-૨૩ ૧૧,૨૩,૬૬૦
૨૦૨૩-૨૪ ૧૨,૩૦,૭૩૦
૨૦૨૪-૨૫ ૧૩,૫૩,૮૦૩
૨૦૨૫-૨૬ ૧૫,૪૩,૩૩૬
માનસિક સ્વાસ્થ્યની આ અસરથી બાળકો અને યુવાનો પણ બચી શક્યા નથી. બાળકોની માનસિક સમસ્યાઓના કેસમાં ૭૨.૯૪ ટકાનો મોટો વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને વિદ્યાર્થીઓમાં અભ્યાસનું ભારે દબાણ, પરીક્ષાનું રિઝલ્ટ અને ભવિષ્યની કારકિર્દી અંગેની સતત ચિતા માનસિક તણાવ (સ્ટ્રેસ) વધારી રહી છે, જેના કારણે નાની ઉંમરમાં જ તેઓ ગંભીર ડિપ્રેશનનો ભોગ બની રહ્યા છે.
ડિસઓર્ડર વર્ષ ૨૦૧૯-૨૦ વર્ષ ૨૦૨૫-૨૬
ડિપ્રેશન ૧,૪૩,૮૯૮ ૩,૦૬,૪૭૭
એન્ઝાઈટી ૧,૩૭,૧૪૧ ૨,૬૫,૪૮૭
ચાઈલ્ડહુડ ડિસઓર્ડર ૫૧,૫૦૦ ૯૧,૯૧૬
સાયકોસોમેટિક ૯૮,૨૦૩ ૧,૯૫,૭૫૫
વ્યસન સંબંધિત ૭૬,૦૯૮ ૧,૨૫,૪૫૨
ડિજિટલ યુગ અને સંવાદની અછત
આ માનસિક સમસ્યાઓ પાછળનું મુખ્ય કારણ ડિજિટલ યુગમાં બદલાતી જીવનશૈલી છે. સોશિયલ મીડિયા અને સ્માર્ટફોનના અતિશય વપરાશને કારણે પરિવારના સભ્યો વચ્ચેનો પરસ્પર સંવાદ ઘટતો જઈ રહ્યો છે. એકલતા, અનિદ્રા અને પરિવાર સાથે મનની વાત ન કરી શકવાને કારણે લોકો માનસિક રીતે ભાંગી પડે છે. જો સમયસર આ અંગે જાગૃતિ ન લાવવામાં આવે, તો આગામી સમયમાં આ પરિસ્થિતિ વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે.
(1:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
