તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th July 2026
અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગના કેસમાં ચિંતાજનક સ્થિતિ: જુલાઈના પાંચ દિવસમાં 165 કેસ નોંધાતા આરોગ્ય તંત્ર અલર્ટ
તંત્ર દ્વારા સ્થિતિને કાબૂમાં લેવા માટે ૧૩૦૦ પાણીના સેમ્પલ લેવાયા જેમાંથી ૪ સેમ્પલ અનફિટ જાહેર: ૯૦૦૦થી વધુ ક્લોરિન ટેસ્ટ કરવામાં આવ્યા

અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગના કેસમાં ચિંતાજનક સ્થિતિ જોવા મળી રહી છે..જુલાઈ માસમાં માત્ર પાંચ દિવસમાં ઝાડા-ઉલટીના ૯૬, ટાઈફોડના ૬૦ અને કમળાના ૯ કેસ નોંધાતા ચિંતાનું મોજું ફરી વળ્યું છે. તંત્ર દ્વારા સ્થિતિને કાબૂમાં લેવા માટે ૧૩૦૦ પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે, જેમાંથી ૪ સેમ્પલ અનફિટ જાહેર થયા છે. આ ઉપરાંત ૯૦૦૦થી વધુ ક્લોરિન ટેસ્ટ કરવામાં આવ્યા છે. હાલ આરોગ્ય વિભાગ દ્વારા જે વિસ્તારોમાંથી ફરિયાદો મળી રહી છે, ત્યાં સઘન સર્વે અને પાણીના નમૂનાની ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવી છે,
(11:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
