તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 3rd September 2026
તિલકવાડા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત પેનલના તમામ ઉમેદવારો બિન હરીફ વિજય જાહેર થયા
ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે 11 ઉમેદવારોમાંથી એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા કોંગ્રેસ પ્રેરિત પેનલના 10 ઉમેદવારો બિન હરીફાઈ વિજય જાહેર

( ભરત શાહ દ્વારા ) નર્મદા : તિલકવાડા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી યોજાઈ, આ ચૂંટણી માટે તારીખ 29 ના રોજ ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હતા જેમાં 11 જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી, અને તારીખ 30 ના રોજ ચૂંટણી અધિકારી દ્વારા ફોર્મ ચકાસણી કરવામાં આવી હતી જેમા 11 ફોર્મ માન્ય થયા હતા
આ ચૂંટણી દરમિયાન ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે 11 ઉમેદવારોમાંથી એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા કોંગ્રેસ પ્રેરિત પેનલના 10 ઉમેદવારો બિન હરીફાઈ વિજય જાહેર થયા હતા. ચૂંટણી અધિકારી દ્વારા તમામ ઉમેદવારોને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે વિજય થયેલા તમામ ઉમેદવારો એ તમામ ખેડૂતોનો અને પ્રજાજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. બીજી તરફથી કાર્યકર્તાઓએ ફૂલ માલા પહેરાવીને મીઠાઈ ખવડાવીને વિજય થયેલા ઉમેદવારો ને અભિનંદન પાઠવ્યા હતા. તિલકવાડા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત પેનલના ઉમેદવારો બિન હરીફ વિજય જાહેર થતા કાર્યકર્તાઓમાં અનેરી ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે
(10:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
