<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

ઓલ ઇન્‍ડિયા કેમીસ્‍ટસ એસો.ની ચૂંટણી રર ડીસેમ્‍બરેઃ પ્રમુખપદ માટે બે ઉમેદવારો મેદાનમાં

સમગ્ર દેશમાં સાડા બાર લાખ દવાના વેપારીઓના સંગઠન : *ગુજરાતમાંથી જશુભાઇ પટેલ અને મહારાષ્‍ટ્રમાંથી જે.એસ. શીંદેએ પ્રમુખપદ માટે ઝંપલાવ્‍યુ* સમગ્ર દેશમાં વિવિધ રાજયોમાંથી ૭૦૭ એકઝીકયુટીવ મેમ્‍બર્સ હોટલ હયાત (દિલ્‍હી-ગુડગાંવ) ખાતે મતદાન કરશે* સોૈરાષ્‍ટ્ર-કચ્‍છ અને રાજકોટ કેમીસ્‍ટસ એસોસીએશને જશુભાઇ પટેલને ટેકો જાહેર કર્યોઃ રસાકસીની સંભાવના* જશુભાઇ પટેલ, મયુરસિંહ જાડેજા અને અનિમેષ દેસાઇની અકિલા સાથે વાતચીત

રાજકોટ તા.૨૫: સમગ્ર દેશમાં અંદાજે સાડા બાર લાખ જેટલા દવાના વેપારીઓનું (રીટલર્સ- હોલસેલર્સ) સંગઠન ઓલ ઇન્‍ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમીસ્‍ટસ એન્‍ડ ડ્રગીસ્‍ટસ (AIOCD)ની નવી ટર્મ ૨૦૨૬ થી ૨૦૨૯ માટેની ચૂંટણી રર ડીસેમ્‍બર, ૨૦૨૬ના રોજ દિલ્‍હી-ગુડગાંવ હાઇવે ઉપર આવેલ લકઝુરીયસ હોટલ હયાત ખાતે યોજાનાર છે. જેમાં પ્રમુખપદ માટે ગુજરાત કેમીસ્‍ટસ ફેડરેશનના ચેરમેન શ્રી જશવંતભાઇ (જશુભાઇ) પટેલ તથા મહારાષ્‍ટ્રના શ્રી જે. એસ. શીંદેએ ઉમેદવારી નોંધાવી છે. જે. એસ. શીંદે વર્તમાનમાં AIOCDના પ્રમુખ તરીકે કાર્યરત છે.

સમગ્ર દેશમાંથી કુલ ૭૦૭ એકઝીકયુટીવ મેમ્‍બર્સ મતદાનમાં ભાગ લેશે જેમાંથી ર૭ રાજયોમાંથી રપ-રપ મેમ્‍બર્સ અને કેન્‍દ્રશાસિત પ્રદેશોમાંથી વસ્‍તી- વિસ્‍તાર-સંખ્‍યા મુજબ સંગઠનના સભ્‍યો મતદાન કરશે તેવું ગુજરાત કેમીસ્‍ટસ ફેડરેશનના ચેરમેન શ્રી જશુભાઇ પટેલે અકિલાને જણાવ્‍યું હતું.

સૌરાષ્‍ટ્ર-કચ્‍છ કેમીસ્‍ટસ એન્‍ડ ડ્રગીસ્‍ટસ એસો. તથા રાજકોટ કેમીસ્‍ટસ અને રાજકોટ ડીસ્‍ટ્રીકટ કેમીસ્‍ટસ એસો. દ્વારા શ્રી જશુભાઇ પટેલને સંપૂર્ણ ટેકો જાહેર કરાયો હોવાનું પ્રમુખ મયુરસિંહ જાડેજા અને મંત્રી અનિમેષભાઇ દેસાઇએ અકિલાને જણાવ્‍યું હતું.

જશુભાઇ પટેલની પેનલમાં સેક્રેટરી તરીકે બિહારના શ્રી પી. કે. સિંઘ તથા ટ્રેઝરર તરીકે ઓરીસ્‍સાના શ્રી પ્રશાંત મહાપાત્રા ચૂંટણી લડી રહ્યાનું જાણવા મળે છે.

જયારે શ્રી જે. ઍસ. શીંદેની પેનલમાં સેક્રેટરી તરીકે મૂળ મધ્ય પ્રદેશના અને હાલ રાજસ્થાન કેમીસ્ટ ઍલાયન્સમાંથી શ્રી રાજીવ સિંઘલ અને ટ્રેઝરર તરીકે ઉત્તરાખંડના શ્રી અમિત ગર્ગ ચૂંટણી લડી રહ્નાનું સંભળાઇ રહ્ના છે. જા કે નામોમાં કોઇ કારણસર ફેરફાર પણ થઇ શકે છે. ચૂંટણીમાં રસાકસીની શકયતા જાવાઇ રહી છે. અમુક દવાના વેપારીઅો-અગ્રણીઅો કોમ્પ્રોમાઇઝની શકયતા પણ જાઇ રહ્ના છે. જા કે હાલ તો બંને ઉમેદવારો ફુલ ફોર્મમાં દોડી રહ્ના છે.

(4:19 PM IST)