<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th May 2026

વિરમગામ શહેર અને આસપાસના વિસ્તારના તમામ નાના-મોટા મેડિકલ સ્ટોર્સ બંધ: હડતાળને સમર્થન

ઓનલાઈન દવા વેચાણના વિરોધમાં વિરમગામ મેડિકલ સ્ટોર્સ એસોસિએશન પણ દેશવ્યાપી હડતાળમાં સામેલ થયું

વિરમગામ :ઓનલાઈન દવા વેચાણના વિરોધમાં આજે વિરમગામ મેડિકલ સ્ટોર્સ એસોસિએશન પણ દેશવ્યાપી હડતાળમાં સામેલ થયેલુ હતુ. વિરમગામ શહેર અને આસપાસના વિસ્તારના તમામ નાના-મોટા મેડિકલ સ્ટોર્સ બંધ રહ્યા હતા. કેમિસ્ટ એસોસિએશનના મતે, ઓનલાઈન ફાર્મસીના કારણે નકલી દવાઓનું જોખમ વધે છે અને સામાન્ય વેપારીઓને મોટું નુકસાન થાય છે. આ હડતાળને પગલે દવા બજાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયું હતું, જેને વેપારીઓનો વ્યાપક પ્રતિસાદ મળ્યો છે.

(11:02 PM IST)