તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 28th May 2026
કૃષિ વિભાગ હેઠળની રાજ્યની તમામ કચેરી, સંસ્થા, યુનિવર્સિટી અને નિગમો સોલાર રૂફટોપથી સજ્જ થશે :વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની અપીલને પગલે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીનો નિર્ણય : જુઓ વિડીયો
આ પહેલથી પરંપરાગત ઈંધણથી ઉત્પાદિત વીજળી પરની નિર્ભરતા ઘટશે અને પુનઃ પ્રાપ્ય ઊર્જાને પ્રોત્સાહન મળશે: મંત્રી જીતુભાઈ વાઘાણી

ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના નાગરિકો અને સરકારી સંસ્થાઓને ઈંધણ બચાવવા તેમજ ગ્રીન એનર્જીનો વ્યાપ વધારવા માટે કરેલી અપીલને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે ઝીલી લીધી છે. વડાપ્રધાનની આ અપીલને હકારાત્મક પ્રતિસાદ આપતાં રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કૃષિ વિભાગ હસ્તકની તમામ કચેરીઓ, બોર્ડ્સ, નિગમો તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં તાત્કાલિક ધોરણે સોલર રૂફટોપ લગાવવા માટે મહત્વનો આદેશ આપ્યો છે.
કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ સંદર્ભે કહ્યું હતું કે, સરકારી કચેરી-સંસ્થાઓમાં સોલર રૂફટોપ લગાવવાથી પરંપરાગત ઈંધણ દ્વારા ઉત્પાદિત થતી વીજળી પરની નિર્ભરતા ઘટશે અને સૌર ઊર્જા જેવા પુનઃ પ્રાપ્ય ઊર્જા સ્ત્રોતોના વપરાશને પ્રોત્સાહન મળશે.
મંત્રીની સૂચનાને પગલે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હસ્તકની તમામ ખાતાના વડાની કચેરીઓ, કૃષિ યુનિવર્સિટીઓ, બોર્ડ્સ, નિગમો તેમજ તમામ જિલ્લા અને તાલુકા મથકોની કચેરીઓ જ્યાં હજુ સુધી સોલાર રૂફટોપ ઇન્સ્ટોલ કરવાનું બાકી છે, ત્યાં આ પ્રોજેક્ટ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવશે. યુદ્ધના ધોરણે આ કામગીરી પૂર્ણ કરવા માટે તમામ સંબંધિત કચેરીઓ આગામી સાત દિવસમાં પોતાની દરખાસ્ત તૈયાર કરી ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA)ને મોકલી આપશે.
કૃષિ વિભાગની આ પહેલથી સરકારી કચેરીઓના વીજ બિલમાં મોટો ઘટાડો થશે અને સાથે જ ગુજરાત ક્લીન અને ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં દેશભરમાં અગ્રેસર રહેવાના વડાપ્રધાનના સંકલ્પને વધુ મજબૂત બનાવશે.
(7:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
