News of Monday, 29th June 2026
સુરતના ઓલપાડના પીંજરત સહકારી મંડળીમાં અંદાજે ₹1500 કરોડના જમીન કૌભાંડના આક્ષેપોથી ખળભળાટ
મંડળીના પ્રમુખ અને વચેટિયાઓ દ્વારા 280 વીઘા કિંમતી જમીન ઓછી કિંમતે પડાવી લેવા દબાણ થતું હોવાનો ખેડૂતોનો આરોપ:પૂર્વ ધારાસભ્યના ભૂતપૂર્વ PA મુકેશ સોની સામે પણ ધમકી આપ્યાના આક્ષેપ

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાની પીંજરત સહકારી મંડળીમાં અંદાજે ₹1500 કરોડના જમીન કૌભાંડના આક્ષેપોથી ખળભળાટ મચ્યો છે. ખેડૂતોનો આરોપ છે કે મંડળીના પ્રમુખ અને વચેટિયાઓ દ્વારા 280 વીઘા કિંમતી જમીન ઓછી કિંમતે પડાવી લેવા દબાણ કરવામાં આવી રહ્યું છે અને શેર ટ્રાન્સફર ન કરનાર ખેડૂતોને ધમકીઓ આપવામાં આવી રહી છે. પૂર્વ ધારાસભ્યના ભૂતપૂર્વ PA મુકેશ સોની સામે પણ ધમકી આપ્યાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ખેડૂતોનો દાવો છે કે PMO અને રાજ્ય સરકાર સુધી રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી, જેના કારણે હવે હાઈકોર્ટમાં કાનૂની લડત લડવાની તૈયારી દર્શાવવામાં આવી છે.
(6:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
