<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th October 2026

સુરતના હીરાબાગ વિસ્તારમાં એક આઈસ્ક્રીમ શોપમાં ગ્રાહકના સ્વાસ્થ્ય સાથે ચેડાં થયાનો આક્ષેપ

ગ્રાહકને ખરાબ ફ્રુટ સલાડ પીરસાયો હોવાના દાવા સાથે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો:દુકાનના સ્ટાફ દ્વારા પણ ફ્રુટ સલાડ ખરાબ હોવાનો સ્વીકાર કરવામાં આવતો હોવાનો દાવો

સુરતના હીરાબાગ વિસ્તારમાં આવેલી એક આઈસ્ક્રીમ શોપમાં ગ્રાહકના સ્વાસ્થ્ય સાથે ચેડાં થયાનો આક્ષેપ સામે આવ્યો છે. દુકાનમાં એક ગ્રાહકને ખરાબ ફ્રુટ સલાડ પીરસવામાં આવતાં જાગૃત ગ્રાહકે સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. વીડિયોમાં દુકાનના સ્ટાફ દ્વારા પણ ફ્રુટ સલાડ ખરાબ હોવાનો સ્વીકાર કરવામાં આવતો હોવાનો દાવો કરાયો છે. આ મામલો સામે આવતાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતાને લઈને સવાલો ઊભા થયા છે. હવે આ અંગેની ફરિયાદ આરોગ્ય વિભાગ સુધી પહોંચ્યા બાદ તંત્ર દ્વારા તપાસ અને કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં તેના પર સૌની નજર છે.

(12:27 PM IST)