તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th November 2026
ખેડૂતો-પશુપાલકોને માટી અને કાંપ ઉપાડવા મંજુરી આપોઃ હિરેન હીરપરા
ભાજપ કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખની માંગણીઃ મુખ્યમંત્રીને પત્ર

ગાંધીનગર, તા. ૪: ગુજરાતમાં ખેડૂતો, પશુપાલકો અને જનતાના હિતમાં જળસંચયની કામગીરીને વધુ વેગ આપવા તથા ખેડૂતોને ખેતરના શેઢા-પાળા અને જમીનનું સમારકામ કરવામાં મદદરૂપ થવા માટે ગુજરાત ભાજપ કિસાન મોરચાના પ્રદેશ અધ્યક્ષ શ્રી હિરેન હિરપરાએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી મહત્વપૂર્ણ રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવ્યા મુજબ, ગત વર્ષોમાં વાવાઝોડા અને અતિવળષ્ટિના કારણે અનેક ખેડૂતોના ખેતરોનું ધોવાણ થયું છે. ખેતરના શેઢા-પાળા તૂટી જવાથી ખેડૂતોને ખેતીલાયક જમીનનું સમારકામ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. માટીની ઉપલબ્ધતા અને ખર્ચને કારણે ખેડૂતો સમયસર સમારકામ કરી શકતા નથી. ઉપરાંત, જમીનની ફળદ્રુપતા માટી અને કાંપથી વધે છે અને ખેડૂતો માટી અને કાંપ ખેતરમાં નાખતા હોય છે, જેના હિસાબે ખાતરનો વપરાશ ઓછો રહે છે. આ ઉપરાંત પશુપાલકો અને માલધારીઓ પણ માટી-મોરમનો ઉપયોગ કરતા હોય છે. આથી માટી અને કાંપ ડેમ, યેકડેમમાંથી ઉપાડવામાં આવે તો ખેડૂતો અને પશુપાલકોને ફાયદો થાય, સાથે સાથે જળસંગ્રહશક્તિ પણ વધે. રાજ્ય સરકાર દ્વારા સુજલામ-સુફલામ્ યોજના તાત્કાલિક શરૂ કરી ડેમ. ચેકડેમ અને તળાવોમાંથી ખેડૂતોને વિનામૂલ્યે માટી ઉપાડવાની મંજૂરી આપવામાં આવે, જેથી ખેડૂતો પોતાના ખેતરોના શેઢા-પાળા અને જમીનનું સમારકામ કરી શકે. ખેડૂતોના હિત અને ગામડાંના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને સત્વરે સુજલામ-સુફલામ્ જળસંચય અભિયાન શરૂ કરવા ગુજરાત ભાજપ કિસાન મોરચાના પ્રદેશ અધ્યક્ષ શ્રી હિરેન હિરપરાએ રજૂઆત કરી છે
(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
