તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 20th May 2026
રહેણાંકની સાથે હવે ઉદ્યોગોને ટાઈમ ઓફ યુઝનો લાભઃ વાર્ષિક ૪૦૦ કરોડની રાહત
સ્માર્ટમીટર ધારકને પ્રતિ યુનિટ ૬૦ પૈસાનું રીબેટ અપાતું હતું : જર્ક દ્વારા વીજ વિતરણ કંપનીઓના ટેરિફ ઓર્ડરમાં સુધારો કરાતા ઉદ્યોગકારોને હાશકારો

સુરત તા.૨૦: સ્માર્ટ મીટર ધરાવનાર સવારે ૧૧થી ૬ દરમિયાન વીજ વપરાશ કરવામાં આવે તો તેઓને પ્રતિ યુનિટ ૬૦ પૈસાનું રીબેટ આપવામાં આવતું હતું. તેનો લાભફક્ત રહેણાક વિસ્તારના લોકોને જ આપવામાં આવતો હતો. તેથી ચેમ્બર દ્વારા આ લાભ ઔદ્યોગિક વિસ્તારમાં પણ આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. તે આધારે જર્ક દ્વારા ઔદ્યોગિક વિસ્તારમાં પણ ટાઈમ ઓફ યુઝ (ટીઓયુ) એટલે કે સવારે ૧૧થી ૬ દરમિયાન કરવામાં આવતા વીજ વપરાશમાં રીબેટ આપવાનો નિર્ણય કર્યો છે. આ કારણોસર ઔદ્યોગિક વિસ્તારમાં રાહત મળવાના લીધે વાર્ષિક ૪૦૦ કરોડની બચત થવાની છે.
આ અંગે ચેમ્બરના પ્રમુખ નિખિલ મદ્રાસી અને ઉપપ્રમુખની આગેવાનીમાં જર્કના ચેરમેનને રજૂઆત કરાઈ હતી. તેમાં જણાવાયું હતું કે ટીઓયુનો લાભ જે રીતે રહેણાક વિસ્તારમાં આપવામાં આવે છે, તે રીતનો લાભ ઔદ્યોગિક એકમોને પણ આપવો જોઈએ. સાથે પ્રિપેઇડ સ્માર્ટ મીટરને જ ટીઓયુનો લાભ મળે છે તે વ્યવસ્થા પણ દૂર કરી સ્માર્ટ મીટર ધરાવનાર તમામને તેનો લાભ આપવામાં આવે તો ઔદ્યોગિક એકમોને ખાસ્સી એવી રાહત થઈ શકે તેમ છે. આ રજૂઆત બાદ ૧લી એપ્રિલ ૨૦૨૯થી લાગુ થતા નવા ટેરિફ ઓર્ડરમાંથી પ્રિ-પેઇડ સ્માર્ટ મીટર શબ્દ દૂર કરીને તેના સ્થાને માત્ર સ્માર્ટ મીટર શબ્દ રાખવામાં આવશે.
આ નિર્ણયથી હવે તમામ સામાન્ય સ્માર્ટ મીટરધારકો આ ડિસ્કાઉન્ટ માટે પાત્ર બનશે. તેના કારણે ટેક્સટાઇલ, ડાયમંડ અને એન્જાિનિયરિગ સહિતના તમામ સ્માર્ટમીટર ધરાવતા ઉદ્યોગો આ સોલાર અવર્સ દરમિયાન પોતાની પ્રોડક્શન શિફટનું પ્લાનિગ કરીને વીજ ખર્ચમાં મોટો ઘટાડો કરી શકશે. આ ઐતિહાસિક સુધારાથી સમગ્ર રાજ્યમાં વીજ દરોને લઈને ચાલતો મોટો ગૂંચવાડો કાયમ માટે દૂર થયો છે.
(10:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
