<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

અંબાજી મંદિરમાં ભંડાર ગણતરીનું 20 સીસીટીવી કેમેરા દ્વારા 20 સીસીટીવી કેમેરા દ્વારા લાઈવ પ્રસારણ શરૂ

ભંડાર ગણતરીમાં દરેક ખૂણા અને દરેક વિસ્તાર કવર થાય તે રીતે કેમરાનું રેકોર્ડિંગ :ભંડાર ગણતરીના સમયગાળા દરમિયાન કોઈપણ લોકો મંદિરની સ્ક્રીન ઉપર આ કામગીરી જોઈ શકે છે.

અંબાજી મંદિરની એલઈડી સ્ક્રીન ઉપર લાઈવ પ્રસારણ ચાલુ કરાયું છે . દર મંગળવારે અંબાજી મંદિરમાં ભંડાર ગણતરી થાય છે. આજથી ભંડાર ગણતરીનું 20 સીસીટીવી કેમેરા દ્વારા લાઈવ પ્રસારણ શરૂ કરાયું છે. એસઆરપીના જવાનો દ્વારા ભંડાર કક્ષમાં જતા આવતા તમામ કર્મચારીઓનું ઈન આઉટ ચેકિંગ કરાય છે. ભંડાર ગણતરીમાં દરેક ખૂણા અને દરેક વિસ્તાર કવર થાય તે રીતે કેમરાનું રેકોર્ડિંગ થાય છે. અંબાજી ભંડાર ગણતરીમાં પારદર્શિતા લાવવા માટે લાઈવ પ્રસારણ શરૂ થયું છે  ભંડાર ગણતરીના સમયગાળા દરમિયાન કોઈપણ લોકો મંદિરની સ્ક્રીન ઉપર આ કામગીરી જોઈ શકે છે. થોડા દિવસ અગાઉ એક કર્મચારી ભંડાર ગણતરી દરમિયાન ચોરી કરતા પકડાતા ટ્રસ્ટ દ્વારા લાઈવ શરૂ કરાયું છે .

(11:48 PM IST)