<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

ગુજરાતમાં આગામી 72 કલાક દરમિયાન ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી

મધ્ય ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદ પડી શકે: વડોદરા અને આણંદમાં પણ ભારે વરસાદની શક્યતા :કેટલાક વિસ્તારોમાં 4થી 5 ઈંચ કે તેથી વધુ વરસાદ પડવાની સંભાવના

અમદાવાદ :હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી 72 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીનું વહન ગુજરાત તરફ આવવાની શક્યતા છે, જેના કારણે મધ્ય ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદ પડી શકે છે. 

  વડોદરા અને આણંદમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં 4થી 5 ઈંચ કે તેથી વધુ વરસાદ પડવાની સંભાવના છે, જેના પગલે ક્યાંક જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે અને કેટલાક વિસ્તારોમાં હળવા પૂરની સ્થિતિ પણ ઉભી થઈ શકે છે. 

  અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના ઝાપટાં પડી શકે છે, જ્યારે ગાંધીનગરમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે. બીજી તરફ, દક્ષિણ ગુજરાતમાં પણ ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે.

(6:17 PM IST)