<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

સૌરાષ્‍ટ્ર અને ધોલેરાની કાયાપલટ કરતી મહત્‍વાકાંક્ષી ‘કલ્‍પસર યોજના'આધુનિક અને પર્યાવરણલક્ષી સ્‍વરૂપે સાકાર થવા તરફ : ૧.૩૩ લાખ કરોડના અંદાજિત ખર્ચ સાથે નવું આયોજન

નર્મદા મુખ અને દરિયાઈ જીવસૃષ્ટિની સુરક્ષા, વિશ્વનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર અને ૨૫૦૦ મેગાવોટ ગ્રીન એનર્જી પાર્ક : શિપ-લોકના અબજો રૂપિયાની બચતઃ ૨૦-લેન કોરિડોરથી ૧૮૦ કિમીનો અંતર ઘટાડો : સૌરાષ્‍ટ્રના ૯ જિલ્લામાં ૧૦ લાખ હેક્‍ટર સિંચાઈ અને ડચ ટેકનોલોજીના સમન્‍વય સાથે યોજનાના તમામ પાસાઓમાં મહત્‍વપૂર્ણ સુધારા

 

 (અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગરઃ ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્‍ટ્રના ખેડૂતો, ઉદ્યોગો તેમજ આમજનતા માટે દાયકાઓથી સ્‍વપ્ન સમાન રહેલી મહત્‍વાકાંક્ષી કલ્‍પસર યોજના હવે વધુ વ્‍યવહારુ, આધુનિક અને પર્યાવરણને અનુકૂળ સ્‍વરૂપે સાકાર થવા જઈ રહી છે. અગાઉના પ્રારંભિક તપાસ અહેવાલમાં ખંભાતના વિકાસની શકયતાઓ સ્‍વીકારીને કલ્‍પસર માટે શ્રેષ્ઠ ધોરણો તથા સંયોજનો પસંદ કરવાની ભલામણ કરવામાં આવી હતી. તેના આધારે તૈયાર થયેલા કલ્‍પસર વિભાગના પ્રારંભિક પૂર્વ-શકયતા અભ્‍યાસ અહેવાલ એટલે કે પ્રિ-ફિઝિબિલિટી રિપોર્ટ અને તાજેતરમાં રાજ્‍ય તથા કેન્‍દ્ર સરકાર દ્વારા લેવાયેલા નિર્ણાયક સુધારાઓની સરખામણી કરવામાં આવે તો સ્‍પષ્ટ થાય છે કે સરકારે માત્ર બાંધકામનો જ વિચાર નથી કર્યો, પરંતુ વૈજ્ઞાનિક અભિગમ, પર્યાવરણીય સંતુલન અને આર્થિક કરકસરનો ઉત્તમ સમન્‍વય સાધ્‍યો છે.

નર્મદા નદી અને દરિયાઈ જીવસળષ્ટિની સુરક્ષાનો નિર્ણયઃ

અગાઉના પ્રારંભિક અહેવાલમાં ખંભાતના અખાતમાં ઘોઘાથી લુહારા પોઈન્‍ટ અને હાંસોટ સુધી બંધ બાંધતી વખતે નર્મદા નદીના મુખને પણ બંધથી આવરી લેવાની દરખાસ્‍ત કરવામાં આવી હતી. જો તેમ કરવામાં આવે તો નર્મદાનો વિપુલ કાંપ સરોવરમાં જમા થવાની તેમજ હિલ્‍સા જેવી કિંમતી માછલીઓ અને દરિયાઈ જીવસળષ્ટિને નુકસાન થવાની ભીતિ હતી. વર્તમાન સરકારે સંવેદનશીલતા અને દૂરંદેશી દાખવીને નર્મદાના મુખને બંધમાંથી બાકાત રાખવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. તેના બદલે નર્મદાના વધારાના પાણીને રોકવા અલગથી બાઢભૂત બેરેજનું નિર્માણ કરીને ત્‍યાંથી પાણી કલ્‍પસરમાં વાળવાનું આયોજન કરાયું છે, જે પર્યાવરણ અને વિકાસ વચ્‍ચેના સંતુલનનું ઉદાહરણ છે.

વિશ્વનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર અને ગ્રીન એનર્જીનો વિકલ્‍પઃ

નવા આયોજન મુજબ ખંભાતના અખાતમાં આશરે ૧૮૦૦ ચોરસ કિલોમીટર વિસ્‍તારમાં ફેલાયેલું અને ૭૮૦૭ થી ૮૦૫૩ મિલિયન ઘનમીટર એટલે કે એમસીએમ સંગ્રહ ક્ષમતા ધરાવતું વિશ્વનું સૌથી મોટું દરિયાઈ મીઠા પાણીનું સરોવર નિર્માણ પામશે. જૂના અહેવાલમાં ભરતી-ઓટના મોજામાંથી વીજળી એટલે કે ટાઈડલ પાવર ઉત્‍પન્ન કરવા પર ભાર મૂકાયો હતો, પરંતુ તેનો ખર્ચ અત્‍યંત ઊંચો હોવાથી અને સંગ્રહ ક્ષમતા ઘટતી હોવાથી સરકારે તે વિચાર પડતો મૂકયો છે. તેના સ્‍થાને નવસાધ્‍ય થનારી જમીન પર ૨૫૦૦ મેગાવોટનો ગ્રીન એનર્જી પાર્ક જેમાં ૧૫૦૦ મેગાવોટ સોલર અને ૧૦૦૦ મેગાવોટ વિન્‍ડનો સમાવેશ થાય છે, તે સ્‍થાપવાનો નિર્ણય લેવાયો છે, જેનાથી સ્‍વચ્‍છ ઊર્જા મળશે અને મીઠા પાણીનો મહત્તમ સંગ્રહ સુરક્ષિત રહેશે.

બંદરોના વિકાસને વેગ અને શિપ-લોકના અબજો રૂપિયાની બચતઃ

અગાઉની પથરેખા મુજબ દહેજ અને ભાવનગર જેવા મહત્‍વના બંદરો બંધની પાછળ આવી જતા હોવાથી મોટા જહાજોની અવરજવર માટે અત્‍યંત ખર્ચાળ શિપ-લોક બનાવવા પડે તેમ હતા. નવા આયોજનમાં બંધની પથરેખાને એવી રીતે વૈજ્ઞાનિક ઢબે ગોઠવવામાં આવી છે કે દહેજ અને હજીરા જેવા મોટા બંદરો ખુલ્લા દરિયામાં જળવાઈ રહે. આ સુધારાથી આંતરરાષ્‍ટ્રીય વહાણવટાને કોઈ અડચણ નહીં આવે અને શિપ-લોક પાછળ થતો અબજો રૂપિયાનો વધારાનો ખર્ચ બચી જશે.

૪-માર્ગીય રસ્‍તાથી ૨૦-લેનના વિશાળ મલ્‍ટી-મોડલ

કોરિડોર સુધીઃ

પ્રારંભિક અહેવાલમાં બંધ ઉપર માત્ર ચાર-માર્ગીય એટલે કે ફોર-લેન રસ્‍તાની કલ્‍પના કરવામાં આવી હતી. પરંતુ આગામી દાયકાઓની જરૂરિયાતને ધ્‍યાનમાં રાખીને સરકારે હવે બંધ ઉપર ૧૬-લેનનો વિશાળ હાઈવે અને વચ્‍ચે ૪-લેનનો રેલવે ટ્રેક મળીને કુલ ૨૦-લેનનો કોરિડોર બનાવવાનું આયોજન કર્યું છે. આનાથી સૌરાષ્‍ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્‍ચેનું અંતર ૨૪૦ કિલોમીટરથી ઘટીને માત્ર ૬૦ કિલોમીટર એટલે કે સીધો ૧૮૦ કિલોમીટરનો ઘટાડો થઈ જશે, જેનાથી સમય અને ઈંધણની જંગી બચત થશે.

જમીન નવસાધ્‍યકરણ અને સૌરાષ્‍ટ્રમાં કળષિ ક્રાંતિઃ

કલ્‍પસર યોજના માત્ર પાણી સંગ્રહનો પ્રોજેક્‍ટ નથી, પરંતુ ખારાશગ્રસ્‍ત દરિયાકાંઠાની જમીનને ફરીથી ઉપજાઉ બનાવવાની ઝુંબેશ પણ છે. ખંભાતના અખાતની આસપાસની આશરે ૪ લાખ હેક્‍ટર જેટલી જમીન દરિયાઈ ખારાશને કારણે બિનઉપજાઉ બની રહી છે. બંધ બંધાયા બાદ ચોમાસામાં નદીઓના મીઠા પાણીના સતત પ્રવાહ એટલે કે ફ્‌લશિંગ પ્રોસેસ દ્વારા આશરે ૨ થી ૪ વર્ષમાં સરોવરનું ખારું પાણી બહાર નીકળી જશે.

આ યોજનાથી સૌરાષ્‍ટ્રના ૯ જિલ્લાઓની કુલ ૧૦ લાખ હેક્‍ટર જમીનને સિંચાઈનો સીધો લાભ મળશે. આ ઉપરાંત નવસાધ્‍ય થનારી આશરે ૧.૨૦ લાખ હેક્‍ટર નવી જમીનમાંથી ૬૦ ટકા જેટલો એટલે કે આશરે ૭૦,૦૦૦ થી ૮૦,૦૦૦ હેક્‍ટર વિસ્‍તાર સીધો કળષિ અને બાગાયત વિકાસ માટે ઉપલબ્‍ધ બનશે. સરોવરનું મીઠું પાણી જમીનમાં ઊંડે ઉતરવાથી એટલે કે રિચાર્જ થવાથી દરિયાકાંઠાના વિસ્‍તારોમાં ભૂગર્ભજળમાં વધતી ખારાશ એટલે કે સેલિનિટી ઈન્‍ગ્રેસ અટકશે અને તળના પાણી મીઠા બનશે. નવસાધ્‍ય જમીન પર હરિયાળો પટ્ટો એટલે કે ગ્રીન બેલ્‍ટ, આધુનિક રહેણાંક વિસ્‍તારો અને ઔદ્યોગિક ઝોન પણ વિકસાવવામાં આવશે.

ધોલેરા એસઆઈઆરના વિકાસ માટે ગેમ-ચેન્‍જરઃ

કલ્‍પસર સરોવરના કિનારે જ આકાર લઈ રહેલા ધોલેરા સ્‍પેશિયલ ઈન્‍વેસ્‍ટમેન્‍ટ રિજન એટલે કે ધોલેરા એસઆઈઆર માટે આ યોજના આશીર્વાદરૂપ સાબિત થશે. ધોલેરામાં સ્‍થપાઈ રહેલા સેમિકન્‍ડક્‍ટર, ઈલેક્‍ટ્રોનિક્‍સ અને હેવી એન્‍જિનિયરિંગ ઉદ્યોગોને કલ્‍પસર સરોવરમાંથી ૨૪હૃ૭ શુદ્ધ અને મીઠા પાણીની સુરક્ષા મળશે. આ ઉપરાંત ૨૦-લેનના કોરિડોરથી ધોલેરા સીધું દક્ષિણ ગુજરાત અને મુંબઈ સાથે જોડાશે. દરિયાની ભરતીના પાણી ધોલેરાના નીચાણવાળા વિસ્‍તારમાં ફરી વળતા અટકશે અને ભાલ પ્રદેશના ભૂગર્ભજળ મીઠા થવાથી સમગ્ર વિસ્‍તારની કાયાપલટ થશે.

આંતરરાષ્‍ટ્રીય ડચ ટેકનોલોજીનો સમન્‍વયઃ

દરિયાના ખારા પાણીને રોકીને વિશ્વનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર બનાવવાના પડકારને પાર પાડવા માટે તાજેતરમાં જ કેન્‍દ્ર અને રાજ્‍ય સરકારે દરિયાઈ બાંધકામમાં વિશ્વવિખ્‍યાત એવા નેધરલેન્‍ડ્‍સની ડચ સંસ્‍થાઓ સાથે મહત્‍વના કરાર એટલે કે લેટર ઓફ ઈન્‍ટેન્‍ટ અથવા એમઓયુ કર્યા છે. નેધરલેન્‍ડ્‍સના વિશ્વપ્રસિદ્ધ અફસ્‍લુઈટડિજ્‍ક ડેમની ટેકનોલોજીની મદદથી ખારાશ નિયંત્રણ એટલે કે સેલિનિટી મેનેજમેન્‍ટ અને મજબૂત બાંધકામ સુનિ?તિ કરવામાં આવશે.

ઉપસંહારઃ

આશરે ૧.૩૩ લાખ કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે આકાર લેનારી આ નવી કલ્‍પસર યોજના સરકારની દૂરંદેશી અને ઈચ્‍છાશક્‍તિનું પ્રતીક છે, અને સરકાર હવે તેને મૂર્તિમંત કરવા જઈ રહી છે. પ્રારંભિક તપાસ અહેવાલ અને પૂર્વ-શકયતા અભ્‍યાસની મર્યાદાઓને દૂર કરીને તૈયાર કરાયેલું આ આધુનિક મોડેલ સૌરાષ્‍ટ્રના ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું મીઠું પાણી, ધોલેરાને વિશ્વસ્‍તરીય માળખાકીય સુવિધા અને સમગ્ર ગુજરાતને સમળદ્ધિનો નવો રાજમાર્ગ પ્રદાન કરશે.(૪૧.૨)

આલેખન :

શ્રી સુનિલ કે. જેઠાણી

 હિસાબ નિયામક, જૂનાગઢ કળષિ યુનિવર્સિટી, અંગત મદદનીશ માજી દંડક ગુજરાત વિધાનસભા

(1:48 PM IST)