<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd May 2026

અમદાવાદમાં AMC એસ્ટેટ વિભાગએ સપાટો: 4 મહિનામાં દબાણ અને ગેરકાયદે પાર્કિંગ બદલ 2.57 કરોડની વસૂલાત

ગેરકાયદે પાર્ક કરેલા 10,598 વાહનોને દંડ ફટકારવામાં આવ્યો અને રસ્તાઓ પર નડતરરૂપ 25 હજારથી વધુ હોર્ડિંગ્સ દૂર કરાયા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના એસ્ટેટ વિભાગે શહેરના વિવિધ વિસ્તારોમાં દબાણ હટાવવાની ઝુંબેશ તેજ કરી છેલ્લા 4 મહિનામાં ₹2.57 કરોડના દંડની વસૂલાત કરી છે. આ કાર્યવાહી દરમિયાન ગેરકાયદે પાર્ક કરેલા 10,598 વાહનોને દંડ ફટકારવામાં આવ્યો છે અને રસ્તાઓ પર નડતરરૂપ 25 હજારથી વધુ હોર્ડિંગ્સ દૂર કરાયા છે. ઝોન વાઈઝ કાર્યવાહીમાં ઉત્તર ઝોન સૌથી વધુ ₹82 લાખની વસૂલાત સાથે મોખરે રહ્યો છે. લારી-ગલ્લા અને ગેરકાયદે બાંધકામો સામેની આ કડક કાર્યવાહીથી દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો છે

(1:11 AM IST)